ગૌતમ અદાણી મંગળવારે મહાકુંભ પહોંચ્યા હતા. પરિવાર સાથે તેઓએ મા ગંગાની આરતી કરીને ધન્યતા અનુભવી હતી. ગંગા ઘાટ પર પરિવાર સાથે પૂજા વિધિ કરતા જોવા મળ્યા હતા. તેમણે હનુમાનજીના મંદિરમાં આરતી પણ કરી હતી. ત્યારે આ સાથે જ તેમણે મીડિયા સમક્ષ એક ગૂડ ન્યૂઝ પણ શેર કર્યા હતા. અને તે હતા તે તેમના પુત્ર જીત અદાણીના લગ્નની તારીખ.

કેવા હશે જીત અદાણીના લગ્ન ?
જી, હા ગૌતમ અદાણીએ ખુલાસો કર્યો છે કે તેમના પુત્ર જીત અદાણી 7 ફેબ્રુઆરી, 2025 ના રોજ દિવા શાહ સાથે લગ્ન કરશે. મહત્વનું છે કે મંગળવારે મહાકુંભમાં ગૌતમ અદાણીને પૂછવામાં આવ્યું હતું કે તેમના પુત્રના લગ્ન કેવી રીતે થશે. ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે લગ્ન સંપૂર્ણપણે સામાન્ય રીતે થશે. સામાન્ય રીતરિવાજો અને પરંપરાઓ સાથે લગ્ન થશે. આ લગ્ન બિલકુલ સામાન્ય લોકોના લગ્ન જેવા જ હશે.

કયા સેલિબ્રિટી રહેશે હાજર ?
વધુમાં જ્યારે એમ સવાલ કરવામાં આવ્યો કે શું લગ્નમાં સેલિબ્રિટિસનો મહાકુંભ જોવા મળશે. તો તેમણે કહી દીધુ ના. સ્હેજ પણ નહી. આ લગ્ન પરંપરાગત રીતે ફેમિલી સાથે જ કરવામાં આવશે.
ગૌતમ અદાણીના દીકરાના લગ્નને લઈને સોશિયલ મીડિયા પર ઘણી વાતો સાંભળવા મળી. એવું અનુમાન કરવામાં આવી રહ્યું હતું કે ભારત અને વિદેશની હસ્તીઓ આ લગ્નમાં હાજરી આપશે. તે એક ભવ્ય લગ્ન હશે. પરંતુ બીજી તરફ માહિતી એ પણ મળી રહી છે કે આ બધી તો અફવાહ છે. ગયા વર્ષે મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના લગ્નમાં આખું બોલિવૂડ હાજર રહ્યું હતું. હોલિવુડની હસ્તીઓ પણ આવી હતી. પરંતુ અદાણી પરિવારના લગ્નમાં આવું કંઇ નહી હોય તેવુ ગૌતમ અદાણીના નિવેદન પરથી કહી શકાય.

કોણ છે અદાણી પરિવારની નાની વહુ ?
જીત અદાણીની દિવા સાથે સગાઉ ખાનગી રીતે થઇ હતી. સગાઇમાં ઘણા મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. પરંતુ તેમના લગ્ન અને લગ્ન પહેલાના કાર્યક્રમને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે ગૌતમ અદાણીની નાની વહુ વિશે વાત કરીએ તો તે દિવા એ સુરતના મોટા હીરા ઉદ્યોગપતિ જૈમિન શાહની પુત્રી છે. જૈમિન શાહ સી. દિનેશ એન્ડ કંપની પ્રાઈવેટ લિમિટેડના માલિક છે. તેમનો બિઝનેસ સુરતથી મુંબઈ સુધી ફેલાયેલો છે. ડાયમંડ કંપની સુરત અને મુંબઈમાં આવેલી છે. જોકે દિવા સોશિયલ મીડિયા પર બહુ એક્ટિવ નથી.
પરંતુ રિપોર્ટ્સ અનુસાર તેને બિઝનેસ અને ફાઇનાન્સની સારી સમજ છે. તેણે તેના પિતાને તેના વ્યવસાયનું સંચાલન કરવામાં પણ મદદ કરે છે. દિવા કેટલી કમાણી કરે છે તે અંગે કોઈ ચોક્કસ આંકડો નથી. તેમ છતાં, એવું માનવામાં આવે છે કે દિવા જેમિન પણ કરોડોની માલિક છે.

  • Follow us on: