• ED દ્વારા રેડ પાડીને કરોડોની રોકડ કરાય છે જપ્ત
  • ઝારખંડમાં રાજ્ય મંત્રી આલમગીર આલમના PS સંજીવ લાલના નોકરના ઘરેથી મળી રકમ
  • તો ઇડી હવે 35 કરોડની રોકડનું શું કરશે ?

આપણે સાંભળીએ છીએ કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા કરોડોના રૂપિયા જપ્ત કરવામાં આવી રહ્યા છે. ઇડી દ્વારા રેડ પાડીને ગેરકાયદેસર રોકડને જપ્ત કરવામાં આવે છે. ત્યારે ઝારખંડમાં 35 કરોડ રૂપિયા ઇડીને કાર્યવાહી દરમિયાન મળી આવ્યા. ત્યારે આટલા બધા રૂપિયાનું ઇડી શું કરશે, આવો જાણીએ.

કાર્યવાહી બાદ જપ્ત કરાયેલા નાણાંનું ED શું કરે છે?

[[$googlead]]

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ED મોટા ભાગના કેસોમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ પગલાં લે છે. આ વર્ષે જાન્યુઆરીમાં EDએ દિલ્હી-NCR, પંજાબ, ચંદીગઢ, હરિયાણા અને ગુજરાતમાં 19 સ્થળોએ કાર્યવાહી કરી હતી. આ તમામ કેસ મની લોન્ડરિંગ સાથે જોડાયેલા હતા. આ સમયગાળા દરમિયાન એજન્સીએ 1.3 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી હતી. હવે સવાલ એ છે કે

[[$alsoread]]

ED પાસે આવેલા આટલા બધા પૈસા જાય છે ક્યા ?

EDને કાર્યવાહી દરમિયાન મોટી રકમની રોકડ મળે છે તે પોતાની પાસે રાખી શકતી નથી. નિયમ કહે છે કે જ્યારે પણ ED રોકડ મેળવે છે, ત્યારે આ એજન્સી સૌથી પહેલા તેના સંબંધિત આરોપીઓને સવાલ-જવાબ કરશે. આરોપીને પૂછવામાં આવશે કે તેની પાસે આટલા પૈસા ક્યાંથી આવ્યા. દાખલા તરીકે જો ઇડીએ કોઇ વ્યક્તિ પાસેથી 50 લાખ રૂપિયા રિકવર કર્યા છે, તો એજન્સી આ રકમના સ્ત્રોત વિશે પૂછશે. તેણે સાબિત કરવુ પડશે, પુરાવા પણ આપવા પડે કે આટલા પૈસા આવ્યા ક્યાંથી. જો તે વ્યક્તિ સાબિત કરવામાં નિષ્ફળ નીવડે તો જ એજન્સી રકમ કબ્જે કરી લે છે.

EDની રેડ દરમિયાન SBIના અધિકારીઓનું શું કરે ?

SBIના અધિકારીઓને આવા મામલે સમન્સ પાઠવીને જાણ કરવામાં આવે છે. જેથી બેંકના અધિકારીઓ ત્યાં પહોંચે છે. તેમનું મુખ્ય કામ કાઉન્ટિંગ મશીનથી નોટોની ગણતરી કરવાનું હોય છે. જેમાં 500ની કેટલી નોટ છે 100ની કેટલી નોટ છે તે તમામ ડિટેલ આપવાની રહે છે.

તો શું ઇડી પાસે જ જમા રહે કરોડોની રકમ ?

દરોડામાં મળેલા પૈસાની ગણતરી કર્યા બાદ તેને એક બોક્સમાં મૂકીને સીલ કરી દેવામાં આવે છે. આ દરમિયાન કેટલાક સાક્ષીઓ હાજર હોય છે. આ બોક્સ રાજ્યની બેંકની શાખામાં કે જ્યાં ઇડીનું ખાતુ હોય ત્યાં મોકલવામાં આવે છે. હવે જો ઇડીની કાર્યવાહી દરમિયાન આરોપી દોષિત સાબિત થાય તો તમામ રકમ કેન્દ્ર સરકારને ટ્રાન્સફર કરવામાં આવે છે . આરોપીને એક રૂપિયો પણ પાછો આપવામાં આવતો નથી. અને જો આરોપી નિર્દોષ છૂટે તો તેને આખી રકમ તેને પરત કરી દેવામાં આવે છે. આથી જો આરોપી તમામ રોકડ અંગે પુરાવા આપવામાં નિષ્ફળ નીવડે તો તમામ રકમ કેન્દ્ર સરકારની તિજોરીમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. 

  • Follow us on: