ઝારખંડમાં વિધાનસભાની 81 બેઠકો છે. સત્તારૂઢ જેએમએમ ફરી સરકાર બનાવવાનો દાવો કરી રહ્યું છે. જ્યારે એનડીએનું કહેવું છે કે તેની સરકાર બનશે. જો JMM ફરીથી જીતશે તો તે સત્તામાં પરત ફરશે. જો કે તમામની નજર આજના પરિણામો પર છે. કોણ બનશે ઝારખંડના સીએમ? ત્યારે હાલના રૂઝાનોની વાત કરીએ તો ઝારખંડમાં અત્યાર સુધી બીજેપી આગળ હતું પરંતુ હવે જેએમએમની બેઠકો આગળ વધી રહી છે. હાલની સ્થિતિ સવારે 10.27 કલાકની સ્થિતિએ બીજેપી 28 કોંગ્રેસ 50 અને અન્ય 3 બેઠક પર આગળ છે.

સવારે 10.16ની સ્થિતિ
ઝારખંડમાં મળતા શરૂઆતી વલણો અનુસાર કોંગ્રેસ-જેએમએમ ગઠબંધનને બહુમતી મળી છે. કોંગ્રેસ-જેએમએમ 46 સીટો પર આગળ છે જ્યારે એનડીએ 32 સીટો પર આગળ છે.

સવારે 10.10ની સ્થિતિ
ઝારખંડમાં 24 વર્ષ જૂની પરંપરા તૂટી રહી હોવાનું દેખાઇ રહ્યું છે. હેમંત સોરેન ટ્રેન્ડમાં વાપસી કરી રહ્યા છે. હકીકતમાં ઝારખંડના 24 વર્ષના ઈતિહાસમાં એવું ક્યારેય બન્યું નથી કે કોઈ પાર્ટીએ સતત બીજી વખત સરકાર બનાવી હોય. પણ આ વખતે એવું લાગી રહ્યું છે કે જેએમએમની સરકાર બની શકે. 

મોટો ઉલટફેર 

ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે સવારથી મતગણતરી ચાલી રહી છે અને ચૂંટણી પંચે પણ ટ્રેન્ડ અપડેટ કરવાનું શરૂ કરી દીધું છે. ત્યારે અત્યાર સુધી જોવા મળી રહેલા ટ્રેન્ડ મુજબ ઝારખંડના પ્રારંભિક વલણોમાં એનડીએ ગઠબંધનને બહુમતી મળી હતી. એનડીએને 45 અને ઈન્ડિયા એલાયન્સને 33 સીટો મળી રહી હતી. જો કે હવે આંકડામાં મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે. .


  • Follow us on: