ઝારખંડના જમશેદપુરમાં ભૂકંપનો આવ્યો હોવાનું સામે આવ્યું છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.3 નોંધવામાં આવી છે. ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ભયના માર્યા ઘરની બહાર દોડી આવ્યા હતા.જો કે સદનસીબે કોઇ જાનહાનિના અહેવાલ નથી. 


લોકો નીકળ્યા ઘરની બહાર 

શનિવારે સવારે જમશેદપુરના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રાંચીના તામાડમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. શનિવારે સવારે આવેલા ભૂકંપમાં લગભગ પાંચ સેકન્ડ સુધી ધરતી ધ્રૂજતી રહી. ચાઈબાસાના ચક્રધરપુરમાં પણ ભૂકંપના આંચકાથી લોકો ઘરની બહાર નીકળી ગયા હતા.


કોઇ જાનહાનિ નહી

ભૂકંપનું કેન્દ્ર ઝારખંડના ખારસાવાન જિલ્લાથી 13 કિલોમીટર દૂર વિસ્તારમાં જોવા મળ્યું હતું. શનિવારે સવારે 9:20 વાગ્યે અહીં ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.3 માપવામાં આવી છે. જો કે હજુ સુધી ભૂકંપના કારણે કોઈ નુકસાનના સમાચાર નથી.


  • Follow us on: