[[$googlead]]
જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે 18 સપ્ટેમ્બરે મતદાન થઈ રહ્યું છે. કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે 24 બેઠકો પર મતદાન શરૂ થઈ ગયું છે, જેમાંથી 16 કાશ્મીરમાં અને 8 જમ્મુમાં છે.

કાશ્મીર જલ્દી આતંકવાદથી મુક્ત થશે- શગુન પરિહાર
કિશ્તવાડથી ભાજપના ઉમેદવાર શગુન પરિહારે 18 સપ્ટેમ્બરે કિશ્તવાડમાં પોતાનો મત આપ્યો હતો. કિશ્તવાડથી ભાજપના ઉમેદવાર શગુન પરિહારે મત આપ્યા બાદ જણાવ્યું કે ભાજપ જમ્મુ અને કાશ્મીરમાં તેની સરકાર બનાવશે.. જમ્મુ અને કાશ્મીરના લોકો શાંતિ ઇચ્છે છે... ભાજપ ચોક્કસપણે જીતશે... આતંકવાદ એક મોટી સમસ્યા છે. બીજેપીએ આતંકવાદને ઘણી હદ સુધી ઓછો કર્યો છે. પરંતુ પીડીપી અને નેશનલ કોન્ફરન્સે હંમેશા સમાજને તોડવાની કોશિશ કરી છે. તેનો સફાયો થશે. કાશ્મીર જલ્દી આતંકવાદથી મુક્ત થઇ જશે.

રાજકીય પક્ષોને જે જોઈએ તે કહેવા દો, અમે કામ કરતા રહીશું- મનોજ સિંહા
મનોજ સિન્હાએ કહ્યું, 'હું માનું છું કે અહીંના લોકો લોકસભા ચૂંટણી કરતાં વધુ મતદાન કરશે. અમે મહિલાઓ માટે જેટલું કામ કર્યું છે એટલું બીજા કોઈએ કર્યું નથી. છેલ્લા 10 વર્ષમાં જેટલું કામ થયું છે તે પહેલા નહોતું થયું. વિપક્ષના નેતાઓ દ્વારા સતત નિશાન સાધવા પર મનોજ સિન્હાએ કહ્યું કે, 'હું કોઈ રાજકીય જવાબ નહીં આપીશ, પરંતુ હું કહીશ કે બંધારણીય હોદ્દા ધરાવનારાઓએ આવી વસ્તુઓ કહેવાની જરૂર નથી. રાજકીય પક્ષોને જે જોઈએ તે કહેવા દો, અમે કામ કરતા રહીશું.

219 ઉમેદવારોનું ભાવિ દાવ પર
ઉલ્લેખનીય છે કે ભાજપ, પીડીપી, નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ ઉપરાંત નાની પાર્ટીઓએ પણ જમ્મુ-કાશ્મીરમાં પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. પ્રથમ તબક્કામાં 219 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. સૌથી વધુ ઉમેદવારો પુલવામા જિલ્લાની પંપોર બેઠક પર છે, જ્યાં ઉમેદવારોની સંખ્યા 14 છે. પ્રથમ તબક્કા માટે કુલ 279 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. બાદમાં 60 લોકોએ તેમના નામ પાછા ખેંચી લીધા હતા અને હવે 219 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે.

આ બેઠકો પર મતદાન
પ્રથમ તબક્કામાં જે બેઠકો પર મતદાન થવાનું છે તે છે- પમ્પોર, ત્રાલ, પુલવામા, રાજપોરા, જૈનપોરા, શોપિયાં, ડીએચ પોરા, કુલગામ, દેવસર, ડોરુ, કોકરનાગ (ST), અનંતનાગ પશ્ચિમ, અનંતનાગ, શ્રીગુફવારા-બિજબેહરા, શાંગસ- અનંતનાગ પૂર્વ, પહેલગામ, ઈન્દરવાલ, કિશ્તવાડ, પેડર-નાગસેની, ભદરવાહ, ડોડા, ડોડા પશ્ચિમ, રામબન અને બનિહાલ.

  • Follow us on: