• જમ્મુ કાશ્મીરમાં પોલીસની સફળતા
  • આતંકીઓના બ્લાસ્ટના મનસૂબાને કર્યો નાકામ
  • પોલીસે 2કિલોનો IED શોધીને સર્ચ ઓપરેશન કર્યુ તેજ
જમ્મુ કાશ્મીરમાં અવારનવાર આતંકી હુમલાઓ થતા આવ્યા છે. સેના દ્વારા કડક બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. ક્યારેક આતંકીઓ દ્વારા ફાયરિંગ તો ક્યારેક શ્રમિકને ગોળી મારી દેવાની ઘટના સામે આવે છે ત્યારે હવે ફરી એકવાર આતંકવાદીઓની કોશિશને જમ્મુ કાશ્મીર પોલીસે નાકામ કરી છે.

એક્શનમાં પોલીસ

જમ્મુ પોલીસે એક મોટા ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. શનિવારે જમ્મુના નગરોટામાં ટિફિન બોક્સ ટાઈમર આધારિત ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) મળી આવ્યો હતો. જે નરવાલ સિદ્દા બાયપાસ રોડ પર ફીટ કરવામાં આવ્યો હતો. જો તે બ્લાસ્ટ થયો હોત તો બહુ મોટું નુકસાન વેઠવાનો વારો આવી શકે તેમ હતું. પોલીસે સમયસર કાર્યવાહી કરીને તેને ટાળી દીધો હતો. આ ષડયંત્ર બાદ હવે પોલીસે આ વિસ્તારમાં સુરક્ષા વધારી દીધી છે.

2 કિલોનો IED

મળતી માહિતી મુજબ શનિવારે સાંજે લગભગ 5.30 વાગ્યે પોલીસને માહિતી મળી હતી કે જમ્મુના સિદ્દા નરવાલ હાઈવે પર પોલીસ ચોકી પાસે કોઈ શંકાસ્પદ વસ્તુ પડી છે. પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને શંકાસ્પદ સામગ્રીની શોધખોળ હાથ ધરી હતી. જે દરમિયાન ટીમે ટિફિન બોક્સ ટાઈમર આધારિત IED મળી આવ્યો જેનું વજન લગભગ બે કિલોગ્રામ હતું.
  • Follow us on:

[[$googlead]]