- દિલ્હી લોકસભામાં AAP 4 બેઠકો પર લડશે, 3 બેઠકો પર કોંગ્રેસ ચૂંટણી લડશે
- ગુજરાતમાં 24 બેઠકો પર કોંગ્રેસ લડશે, ભરૂચ અને ભાવનગર બેઠકો પર આપ લડશે
- ચંદીગઢ અને ગોવામાં કોંગ્રેસ જ ચૂંટણી લડશે
લોકસભા ચૂંટણી 2024ને લઈને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ડીલ ફાઈનલ થઈ ગઈ છે. આજે દિલ્હીમાં બંને પક્ષોએ સંયુક્ત પત્રકાર પરિષદ યોજીને બેઠકોની વહેંચણી અંગે માહિતી આપી હતી. AAP તરફથી આતિશી, સંદીપ પાઠક અને સૌરભ ભારદ્વાજ, કોંગ્રેસ તરફથી મુકુલ વાસનિક, દીપક બાબરિયા અને અરવિંદર સિંહ લવલીએ પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપી હતી. કોંગ્રેસના નેતા મુકુલ વાસનિકે કહ્યું કે ઈન્ડિયા બ્લોકમાં સમાવિષ્ટ પક્ષો વચ્ચે સીટ વહેંચણી અંગે ચર્ચા થઈ રહી છે. બે દિવસ પહેલા લખનૌમાં સપા-કોંગ્રેસ ગઠબંધનની જાહેરાત કરવામાં આવી હતી.
બે દિવસ પહેલા લખનૌમાં સપા-કોંગ્રેસ ગઠબંધનની જાહેરાત કરવામાં આવી હતી
દિલ્હીમાં કોંગ્રેસ - AAPની સંયુક્ત પત્રકાર પરિષદ યોજાઇ હતી. આપ તરફથી સૌરભ ભારદ્વાજ, આતિશી હાજર રહ્યા હતા. કોંગ્રેસમાંથી મુકુલ વાસનિક, અરવિંદ લવલી હાજર રહ્યા.મુકુલ વાસનિકે જણાવ્યુ આમ આદમી પાર્ટી સાથે લાંબી ચર્ચાઓ કરીઃ મુકુલ વાસનિક કોંગ્રેસ અને આપ વચ્ચે બેઠકોને લઇ ફોર્મ્યુલા નક્કી. ઇન્ડિયા ગઠબંધનના બે મહત્વપૂર્ણ પક્ષો એકસાથે આવ્યા. દિલ્હી લોકસભામાં AAP 4 બેઠકો પર લડશે. દિલ્હીમાં 3 બેઠકો પર કોંગ્રેસ ચૂંટણી લડશે. ગુજરાતમાં 24 બેઠકો પર કોંગ્રેસ લડશે. ભરૂચ અને ભાવનગર બેઠકો પર આપ લડશે. ચંદીગઢ અને ગોવામાં કોંગ્રેસ જ ચૂંટણી લડશે.
AAP અને કોંગ્રેસ વચ્ચે સીટ વહેંચણી પર લાંબી ચર્ચા થઈ હતી
AAP અને કોંગ્રેસ વચ્ચે સીટ વહેંચણી પર લાંબી ચર્ચા થઈ હતી અને સીટ વહેંચણી કરારને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. મુકુલ વાસનિકે કહ્યું કે આમ આદમી પાર્ટી દિલ્હીમાં 4 સીટો પર ચૂંટણી લડશે. કોંગ્રેસે ચાંદની ચોક સહિત 3 બેઠકો જીતી છે. જ્યારે કોંગ્રેસ ચંદીગઢ લોકસભા સીટ અને ગોવાની બંને સીટ પર ઉમેદવારો ઉભા કરશે. હરિયાણામાં કોંગ્રેસ 9 સીટો પર અને આમ આદમી પાર્ટી 1 સીટ પર ચૂંટણી લડશે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી બે અને કોંગ્રેસ 24 બેઠકો પર ચૂંટણી લડશે.
કોંગ્રેસ હરિયાણામાં 9 સીટો પર ચૂંટણી લડશે
મુકુલ વાસનિકે મીડિયાને જણાવ્યું કે હરિયાણાની 10 લોકસભા સીટોમાંથી કોંગ્રેસ 9 પર અને આમ આદમી પાર્ટી કુરુક્ષેત્ર પર ચૂંટણી લડશે. તેમણે કહ્યું કે ચંદીગઢ સીટ પર લાંબી ચર્ચા બાદ નક્કી થયું કે કોંગ્રેસ ઉમેદવાર ત્યાંથી પણ ચૂંટણી લડશે.









