- લોકસભાની ચૂંટણીને લઇ ભાજપની નવી રણનીતિ ઘડાઇ
- જેપી નડ્ડાએ હિમાચલની રાજ્યસભા બેઠક પરથી રાજીનામું
- ગુજરાતમાંથી રાજ્યસભાના સભ્ય જ રહેશે જેપી નડ્ડા
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ હિમાચલની રાજ્યસભા બેઠક પરથી રાજીનામું આપી દીધું છે, જેપી નડ્ડા ગુજરાતમાંથી રાજ્યસભાના સભ્ય જ રહેશે. મંગળવારે જ તેમણે પોતાનું રાજીનામું રાજ્યસભાના અધ્યક્ષને મોકલી આપ્યું હતું, જેને સ્વીકારી લેવામાં આવ્યું હતું.
હિમાચલ પ્રદેશની રાજ્યસભા બેઠક પર જેપી નડ્ડાનો કાર્યકાળ 2 એપ્રિલે પૂરો થશે. અહીં ચૂંટણી થઈ છે અને હર્ષવર્ધન ઠાકુર જીત્યા છે. જ્યારે જેપી નડ્ડા 27મી ફેબ્રુઆરીએ ગુજરાતમાંથી રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા છે, તેથી જેપી નડ્ડાએ હિમાચલની રાજ્યસભા બેઠક પરથી રાજીનામું આપી દીધું છે. તેઓ ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ રહેશે. એક વ્યક્તિ બે જગ્યાએથી સાંસદ ન બની શકે. આથી જેપી નડ્ડાએ હિમાચલના સાંસદ પદેથી રાજીનામું આપી દીધું છે. હવે તેઓ ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ તરીકે તેમનું સભ્યપદ ચાલુ રાખશે.
કાર્યકાળ પૂરો થતાં પહેલાં રાજીનામું
આ પછી BJP અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ આજે હિમાચલ પ્રદેશના રાજ્યસભા સાંસદ પદ પરથી રાજીનામું આપી દીધું છે. લોકસભા ચૂંટણી માટે પાર્ટીના ઉમેદવારોની પ્રથમ યાદી બહાર આવ્યા બાદ જ નડ્ડાએ રાજીનામું આપી દીધું હતું. તમને જણાવી દઈએ કે નડ્ડાના હિમાચલથી કાર્યકાળમાં 14 દિવસ બાકી હતા, પરંતુ તે પહેલા નડ્ડાએ રાજ્યસભા સાંસદને પોતાનું રાજીનામું સોંપી દીધું છે.
27 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાઈ હતી
નોંધનીય છે કે 27 ફેબ્રુઆરીએ 15 રાજ્યોની 56 બેઠકો પર રાજ્યસભાની ચૂંટણી યોજાઈ હતી. તેમાંથી 41 બેઠકો પર ઉમેદવારો બિનહરીફ જીત્યા હતા. કારણ કે આ બેઠકો પર માત્ર એક જ ઉમેદવારે ચૂંટણી લડી હતી, જ્યારે 15 બેઠકો પર મતદાન થયું હતું. આ વોટિંગ સીટો યુપી, હિમાચલ અને કર્ણાટકની હતી. યુપીમાં 10, હિમાચલની 1 અને કર્ણાટકની 4 બેઠકો પર મતદાન થયું હતું. જેમાંથી યુપીની 10 બેઠકોમાંથી 8 ભાજપ અને 2 સપાના ફાળે ગઈ છે. હિમાચલમાં પણ ભાજપે સીટ જીતી છે, જ્યારે કર્ણાટકમાં કોંગ્રેસે 3 સીટ જીતી છે જ્યારે ભાજપે 1 સીટ જીતી છે.