• રાજસ્થાન હાઇકોર્ટના ચુકાદા સામેની અરજી મામલે સુનાવણી

  • ટોચની અદાલતે જણાવ્યું હતું કે ન્યાયધિશોએ શિસ્તનું પાલન કરવું જોઇએ
  • ચુકાદાને પડકારતી અરજીની સુનાવણી કરતા ઉપરોક્ત ટિપ્પણી કરી હતી

સુપ્રીમ કોર્ટે ન્યાયધીશોને કડક સુચના આપી છે. ટોચની અદાલતે જણાવ્યું હતું કે ન્યાયધિશોએ શિસ્તનું પાલન કરવું જોઇએ. સાથે કોઇપણ કેસને ત્યાં સુધી લેવો ના જોઇએ કે જ્યાં સુધી તેને મુખ્ય ન્યાયધીશ દ્વારા વિશેષ રુપથી સોંપવામાં ના આવે. સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ અભય એસ ઓકા અને ન્યાયમૂર્તિ પંકજ મિથલની બનેલી બેન્ચે રાજસ્થાન હાઇકોર્ટના એક ચુકાદાને પડકારતી અરજીની સુનાવણી કરતા ઉપરોક્ત ટિપ્પણી કરી હતી. આ કેસની સુનાવણી દરમિયાન મ્ખ્ય ન્યાયધિશ દ્વારા વિશેષ રૂપથી નહીં સોંપવામાં આવેલા મામલાને હાથ લેવાના કાર્યને ટોચની અદાલતે ઘોર અનુચિતતાનં કાર્ય ગણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે આૃર્ય દર્શાવતાં કહ્યું હતું કે એફઆઈઆરને સાથે જોડવા માટે એક સિવિલ રીટ અરજી પર કેવી રીતે વિચારણા કરી શકાય. બેન્ચે 16 ઓક્ટોબરના પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે આ ફોરમ હન્ટિંગનો ઉત્કૃષ્ટ મામલો છે. તે કાનૂન પ્રક્રિયાના ઘોર દુરુપયોગનો પણ મામલો છે. આ પ્રકારના પેંતરાની મંજુરી આપવામાં આવશે તો તે પછી ચીફ જસ્ટિસના રોસ્ટરનો કોઇ અર્થ નહીં રહે. બેન્ચે જણાવ્યું હતું કે ન્યાયધીશ કોઇપણ મામલાની સુનાવણી ત્યારે જ કરી શકે કે જો તે મામલો અધિસૂચિત રોસ્ટર અનુસાર તેને સોંપવામાં આવ્યો હોય અથવા તો પછી ચીફ જસ્ટિસ દ્વારા તેને ખાસ સોંપવામાં આવ્યો હોય.

હાઇકોર્ટે ગત મે મહિનામાં એક આદેશમાં જણાવ્યું હતું કે આઠ એફઆઈઆરના સંબંધમાં ત્રણ વ્યક્તિઓ સામે કોઇ દંડાત્મક કાર્યવાહી કરવામાં ના આવે. આ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારાયો હતો. કોર્ટે જણાવ્યું હતું કે આ ત્રણ વ્યક્તિઓએ પહેલાં એફઆઈઆર રદ્દ કરવાની માંગ સાથે હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો પણ તેમને કોઇ વચગાળાની રાહત મળી ન હતી.


  • Follow us on: