હરિયાણાની યુટયુબર જ્યોતિ મલ્હોત્રા અત્યારે પોલીસના સંકજામાં છે. પાકિસ્તાન માટે જાસૂસી કરવા બદલ યુટયુબર જ્યોતિની 17મેના રોજ ધરપકડ કરાઈ હતી. જેના બાદ જ્યોતિ મલ્હોત્રાના કેસને લઈને દરરોજ નિતનવા સમાચાર સામે આવી રહ્યા છે. પાકિસ્તાની હાઇ કમિશનમાં કર્મચારી દાનિશ અને જ્યોતિના સંબંધોને લઈને પણ અટકળો ચાલી રહી છે કે શું તે પહેલાથી જ જાસૂસી રેકેટમાં સામેલ હતી કે નહીં.


શું જ્યોતિ મલ્હોત્રાનો પરિવાર અગાઉ પાકિસ્તાનમાં રહેતો હતો ? શું યુટયુબરે ધર્મપરિવર્તન કરી પાકિસ્તાન અધિકારી સાથે લગ્ન કર્યા હતા તેમજ જ્યોતિ આતંકવાદ નેટવર્ક સાથે જોડાણ ધરાવે છે કે કેમ ? વગેરે બાબતોને લઈને જુદી-જુદી બાબતોને લઈને સોશિયલ મીડિયામાં અટકળો થઈ રહી છે. દરમિયાન હરિયાણા પોલીસે આ તમામ અટકળોને લઈને ખુલાસો કરતા જણાવ્યું કે જ્યોતિની પૂછપરછ કરવામાં આવી છે અને અત્યાર સુધી આ બાબતો સંબંધિત કોઈ નક્કર પુરાવા હાથ લાગ્યા નથી. 

જયોતિ મલ્હોત્રા કેસમાં પોલીસે આપી માહિતી

હિસાર પોલીસે કથિત જાસૂસ જયોતિ મલ્હોત્રા કેસમાં મોટી અપડેટ આપતા જણાવ્યું કે જ્યોતિ હજુ પણ હિસાર પોલીસની કસ્ટડીમાં છે અને તેના પાંચ દિવસના રિમાન્ડ આજે પૂરા થઈ રહ્યા છે.  અત્યાર સુધીની તપાસમાં જ્યોતિના ધર્મ પરિવર્તન, લગ્ન કે કોઈ આતંકવાદી નેટવર્ક સાથેના જોડાણ વિશે કંઈ સાબિત થયું નથી. પાકિસ્તાન દ્વારા ભારતની જાસૂસી કરવાને લઈને યુયટુબર જયોતિ શંકાના દાયરામાં આવતા તેની ધરપકડ કરાઈ હતી. દરમિયાન, પોલીસે તેના ફોન, લેપટોપ, બેંક ખાતા અને ડિજિટલ ટ્રેસની તપાસ કરી હતી. પરંતુ હજુ સુધી કોઈ નિર્ણાયક પુરાવા મળ્યા નથી. અધિકારીના જણાવ્યા મુજબ અત્યાર સુધી તપાસમાં જ્યોતિના ધર્માંતરણના કોઈ પુરાવા મળ્યા નથી કે પાકિસ્તાની અધિકારી સાથેના તેના લગ્ન વિશે કંઈ પ્રકાશમાં આવ્યું નથી. આ સંપૂર્ણપણે અફવા અને અટકળો છે. 

પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીના સંપર્કમાં જ્યોતિ

તપાસમાં જાણવા મળ્યું છે કે જ્યોતિ મલ્હોત્રાના ચાર અલગ અલગ બેંક ખાતા છે, જેના વ્યવહાર ઇતિહાસની બારીકાઈથી તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત જ્યોતિની ઓનલાઈન પ્રવૃત્તિઓ, સંપર્ક સ્ત્રોતો અને ડિજિટલ ફૂટપ્રિન્ટ્સની પણ તપાસ થશે. તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ, ઇમેઇલ કોમ્યુનિકેશન્સ અને ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્સ ની તપાસ થઈ રહી છે. જેના દ્વારા  જયોતિએ ક્યારે, ક્યાં અને કયા માધ્યમથી પાકિસ્તાન ઇન્ટેલિજન્સનો સંપર્ક કર્યો તેમજ તેને પાકિસ્તાન ઇન્ટેલિજન્સ તરફથી કોઈ આર્થિક મદદ મળી હતી કે નહીં તે જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હિસાર પોલીસ દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલી તપાસમાં સ્પષ્ટ થયું છે કે જ્યોતિ ચોક્કસપણે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીના સંપર્કમાં હતી, પરંતુ તે કોઈ આતંકવાદી સંગઠન કે આતંકવાદી પ્રવૃત્તિમાં સીધી રીતે ભાગ લીધો ન હતો તે જાણવા મળ્યું નથી.

જાસૂસ જ્યોતિનો પાકિસ્તાન પ્રેમ

જણાવી દઈએ કે જ્યોતિના ધર્માંતરણને લઈને શંકા એટલા માટે થવા લાગી કારણ કે જ્યોતનિ એક ચેટ સામે આવી હતી. આ ચેટમાં 33 વર્ષીય યુટ્યુબર અને હસન વચ્ચેની વોટ્સએપ વાતચીત થઈ હતી. એક ચેટમાં મલ્હોત્રા હસનને કહેતી જોવા મળી હતી, "મારા લગ્ન પાકિસ્તાનમાં કરાવી દો", આ વાતચીત જ્યોતિના પાકિસ્તાન અધિકારી સાથેના સંબંધને લઈને શંકા ઉપજાવે છે. તેમજ જ્યોતિ પાકિસ્તાનમાં સ્થાયી થવા માગતી હતી તેવું પણ જાણવા મળે છે.

  • Follow us on: