પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં ધરપકડ કરાયેલી યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાના કેસમાં હવે એક પછી એક નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. જ્યોતિ ફક્ત પાકિસ્તાન નહીં પણ ચીનના પણ સંપરક્માં હતી એવો ખૂવલાસો પોલીસ તપાસ દરમિયાન કરવામાં આવ્યો છે, તેની સાથે અન્ય લોકો પણ જોડાયેલા હતા.પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં પકડાયેલી જ્યોતિના કિસ્સામાં, હવે ઓડિશા કનેક્શન પણ પ્રકાશમાં આવ્યું છે.  કેન્દ્રીય ગુપ્તચર એજન્સી ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) અને પુરી પોલીસના સંયુક્ત પ્રયાસોથી, આ કેસની તપાસ હવે પુરી સુધી પહોંચી ગઈ છે. અહીં બીજી યુટ્યુબર પ્રિયંકા સેનાપતિની પૂછપરછ કરવામાં આવી છે. 


ઓડિશાના પુરીની કન્ટેન્ટ સર્જક જ્યોતિ મલ્હોત્રા અને પ્રિયંકા સેનાપતિ વચ્ચે શંકાસ્પદ સંબંધો પ્રકાશમાં આવ્યા બાદ ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) એ પુરી પોલીસ સાથે મળીને કેસ નોંધ્યો છે. આ દરમિયાન, જગન્નાથ મંદિર અને નજીકના સરકારી મથકો સહિત ઘણા મહત્વપૂર્ણ સ્થળોના ફોટોગ્રાફ્સ અને વીડિયો કેદ કરવામાં આવ્યા હતા. સુરક્ષા એજન્સીઓને શંકા છે કે આ સ્થળોએથી સંવેદનશીલ છબીઓ અને ડેટા વિદેશી કાર્યકરોને મોકલી શકાય છે. આ મામલાની તપાસના સંદર્ભમાં, IB અધિકારીઓએ પુરીની યુટ્યુબર પ્રિયંકા સેનાપતિની પૂછપરછ કરી છે. જ્યોતિની ધરપકડ અને પ્રિયંકાની પૂછપરછ બાદ, ગુપ્તચર એજન્સીઓએ પુરી, ભુવનેશ્વર અને અન્ય પર્યટન સ્થળોએ દેખરેખ વધારી દીધી છે.

પ્રિયંકા સેનાપતિએ સ્પષ્ટતા કરી

પુરીની યુટ્યુબર પ્રિયંકા સેનાપતિ, જે શંકાના ઘેરામાં આવી હતી, તેણે સોશિયલ મીડિયા પર લાઇવ આવીને પોતાનું વલણ સ્પષ્ટ કર્યું. તેણે કહ્યું કે જ્યોતિ ફક્ત મારી યુટ્યુબ ફ્રેન્ડ હતી. મને તેના કોઈ ખોટા કાર્યોની ખબર નહોતી. જો મને ખબર હોત કે તે દુશ્મન દેશ માટે જાસૂસી કરી રહી છે, તો હું તેની સાથે કોઈ સંપર્ક રાખત નહીં. હું તેને ફક્ત પ્રોફેશનલી જ ઓળખતી હતી. 

જ્યોતિ મલ્હોત્રા કોણ છે ?

યુટ્યુબર જ્યોતિ હરિયાણા પાવર ડિસ્કોમના નિવૃત્ત અધિકારીની પુત્રી છે. તે ગ્રેજ્યુએટ છે અને યુટ્યુબ પર તેના 3.21 લાખ ફોલોઅર્સ છે. તેમની ચેનલ પર પાકિસ્તાનની મુલાકાતો વિશે માહિતી આપવામાં આવી છે. જ્યોતિ એ જ પાકિસ્તાની દૂતાવાસના અધિકારી દાનિશના સંપર્કમાં હતી, જેમને 13 મેના રોજ જાસૂસીના આરોપસર દેશમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. તેણે વોટ્સએપ, સ્નેપચેટ અને ટેલિગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા પાકિસ્તાનને સંવેદનશીલ માહિતી મોકલી હતી.


  • Follow us on: