• ભીડથી પરેશાન લોકોની ફરિયાદ સાંભળવા અચાનક પહોંચ્યા એરપોર્ટ
  • દિલ્હી એરપોર્ટના ટર્મિનલ ત્રણનું ઓચિંતું નિરીક્ષણ કર્યું
  • એરપોર્ટ સાથે જોડાયેલા અધિકારીઓને મળ્યા હતા

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ દિલ્હી એરપોર્ટ પર સતત વધતી ભીડ અંગેની ફરિયાદો બાદ દિલ્હી એરપોર્ટના ટર્મિનલ ત્રણનું ઓચિંતું નિરીક્ષણ કર્યું હતું.

દિલ્હી એરપોર્ટ પર સતત વધતી ભીડની ફરિયાદો વચ્ચે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એક એક્શન પ્લાન તૈયાર કર્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (DIAL) સાથે ચર્ચા કર્યા બાદ તૈયાર કરવામાં આવેલ આ પ્લાનને તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવશે. તેના દ્વારા એરપોર્ટ પર મુસાફરોને સુવિધા પણ આપવામાં આવશે. આ પહેલા નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા પણ એરપોર્ટ સાથે જોડાયેલા અધિકારીઓને મળ્યા હતા. અગાઉ ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ (IGIA) ભીડભાડ અને અસ્તવ્યસ્ત હોવાની ફરિયાદોથી સોશિયલ મીડિયા છલકાઈ ગયું હતું.

[[$googlead]]

[[$alsoread]]

દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ (IGIA) પર હાલ આ દિવસોમાં ભીડ વધી ગઈ છે. કેટલાક મુસાફરોએ એરપોર્ટની બહાર અને સુરક્ષા સ્થળો પર પણ લાંબી લાઇનો વિશે ફરિયાદ કરવા સોશિયલ મીડિયાનો સહારો લીધો હતો. હાઈવે ઓન માય પ્લેટ (HOMP) શોના હોસ્ટ રોકી સિંહ ફરિયાદ કરનારાઓમાંના એક હતા. સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી હતી જેમાં એરપોર્ટ પર લાંબી લાઇનો લાગી હતી કેપ્શનમાં લખ્યુ હતુ કે "નરકમાં આપનું સ્વાગત છે"

ત્યારબાદ આજે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ દિલ્હી એરપોર્ટ પર અચાનક ચેકીંગ કરી ફરિયાદોનો નિકાલ લાવવાનો પ્રયાસ કર્યો હતો. એક સાથે અનેક વખત ફરિયાદો મળતા તંત્ર દોડતુ થયુ હતુ. 

  • Follow us on: