- કે.કવિતા અને કેજરીવાલની થઇ શકે પૂછપરછ
- લીકર સ્કેમ પોલિસી મામલે કે.કવિતાનું ખૂલ્યુ છે નામ
- ઇડીએ 3 દિવસના મેળવ્યા છે રિમાન્ડ
દિલ્હીની લીકર સ્કેમ પોલિસી મામલે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને BRS નેતાનો આમનો સામનો થઇ શકે છે. 24 માર્ચ એટલે કે આજે કવિતાની રૂબરૂ પૂછપરછ થઈ શકે છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) કવિતાની 15 માર્ચે હૈદરાબાદથી ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે કેજરીવાલની ગુરુવારે દારૂ નીતિ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. EDની ટીમ હવે બંને લોકોને સામસામે બેસાડશે અને આ કૌભાંડને લગતા પ્રશ્નો પૂછશે.
ઇડીને મળ્યા કે.કવિતાના 3 દિવસના રિમાન્ડ
મહત્વનું છે કે ગઇકાલે કે. કવિતાના રિમાન્ડ પૂરા થયા હતા. ત્યારબાદ EDએ BRS નેતાને કોર્ટમાં રજૂ કર્યા હતા. તપાસ એજન્સીએ કવિતાના 5 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જોકે, કોર્ટમાંથી EDએ કે. કવિતાના 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. EDએ કોર્ટને કહ્યું કે હવે કવિતાની પૂછપરછ કરવી જરૂરી છે. તેને કેટલાક લોકો સાથે રૂબરૂ કરાવવું પડશે. માનવામાં આવી રહ્યું છે કે આજે કેજરીવાલ અને કવિતા આમને-સામને થશે.
કે.કવિતા અને કેજરીવાલ વચ્ચે શું કનેક્શન ?
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કહ્યું કે મોબાઈલ ડેટા ડિલીટ કરવામાં આવ્યો છે. આ અંગે આવેલા ફોરેન્સિક રિપોર્ટના સંદર્ભમાં કે. કવિતાની પૂછપરછ કરવાની છે. જો EDના સૂત્રોનું માનીએ તો, કવિતા અને કેજરીવાલને અલગ-અલગ બેસાડીને સમાન પ્રશ્નો પૂછવામાં આવી શકે છે. જો આપેલા જવાબોમાં કોઈ વિરોધાભાસ જણાશે તો બંનેને સામસામે બેસાડીને પૂછપરછ કરવામાં આવશે. EDની તપાસમાં ખુલાસો થયો હતો કે BRS નેતા દ્વારા 100 કરોડ રૂપિયા આમ આદમી પાર્ટી અને તેના નેતાઓ સુધી પહોંચ્યા હતા, જેનો ચૂંટણી દરમિયાન ઉપયોગ કરવામાં આવ્યો હતો.