ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં મોટો અકસ્માત થયો હતો. અહીં કૈલાશ માનસરોવર યાત્રા રૂટ પર અચાનક ભારે ભૂસ્ખલન થયું હતુ. જેના કારણે મોટી સંખ્યામાં યાત્રાળુઓ રસ્તાની બંને બાજુ ફસાયા હતા. આ પછી, કૈલાશ માનસરોવર યાત્રાનો માર્ગ બંધ થયો હતો. જેના કારણે વાહનોની અવરજવર સંપૂર્ણપણે ઠપ્પ થઈ હતી. હાલ બચાવકાર્ય શરુ છે. અને જલદી જ માર્ગ મોકળો કરવા તંત્રએ તજવીજ હાથ ધરી છે.


કૈલાશ માનસરોવર યાત્રા રૂટ પર દુર્ઘટના

કૈલાશ માનસરોવર યાત્રા રૂટ પર ઐલાગઢ અને કુલાગઢ વચ્ચેના રસ્તા પર એક મોટો પથ્થર સરકી આવ્યો હતો. જેના કારણે યાત્રાળુઓ રસ્તામાં જ ફસાયા હતા. અને વાહન ચાલકોને થઇ હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી. આદિ કૈલાશ અને ઓમ પર્વતની મુલાકાત દરમિયાન યાત્રાળુઓ રસ્તાની વચ્ચે જ અટવાયા છે. હાલ રાહતકાર્ય શરુ છે.

BRO ટીમ રસ્તો ખોલવામાં વ્યસ્ત

અકસ્માત પછી, બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશનની ટીમ રસ્તો ખોલવામાં વ્યસ્ત છે. જો BRO ટીમ રસ્તા પરથી કાટમાળ સાફ કરી રહી છે. જેના કારણે ટ્રાફિક ફરી શરુ થઇ જશે. કૈલાશ માનસરોવર યાત્રા માટે સરકાર યાત્રાળુઓને તમામ સુવિધાઓ પુરી પાડી રહી છે. જેના લીધે યાત્રાળુઓને કોઇ મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે. કૈલાશ માનસરોવર યાત્રા 30 જૂનથી પિથોરાગઢથી શરૂ થઈ રહી છે અને તે 25 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. 

  • Follow us on: