- કમલ હાસન આજે બપોરે ડીએમકે નેતાઓને મળવા પહોંચ્યા હતા
- ડીએમકેના નેતૃત્વમાં ગઠબંધન માત્ર દેશના કલ્યાણ માટે પસંદ કર્યું
- MNMને 2024ની રાજ્યસભા ચૂંટણી માટે એક સીટ આપવમાં આવશે
કમલ હાસન આજે બપોરે જ ડીએમકે નેતાઓને મળવા પહોંચ્યા હતા. અહીં ઉધયનિધિ સ્ટાલિન સાથે વાત કર્યા બાદ હાસને કહ્યું કે તેમણે ડીએમકેના નેતૃત્વમાં ગઠબંધન માત્ર દેશના કલ્યાણ માટે પસંદ કર્યું છે અને કોઈ પદના લોભ માટે નહીં.
MNMને 2025ની રાજ્યસભા ચૂંટણી માટે એક સીટ આપવામાં આવશે
તમિલ ઉદ્યોગના દિગ્ગજ અભિનેતા કમલ હાસનની પાર્ટી મક્કલ નીધી મયમ (MNM) 2024ની લોકસભા ચૂંટણીમાં તમિલનાડુમાં DMKની આગેવાની હેઠળના ગઠબંધનને સમર્થન કરશે. હસને પોતે શનિવારે આની જાહેરાત કરી હતી. બદલામાં, MNMને 2025ની રાજ્યસભા ચૂંટણી માટે એક સીટ આપવામાં આવશે.
ડીએમકેના નેતૃત્વમાં ગઠબંધન માત્ર દેશના કલ્યાણ માટે પસંદ કર્યું
હાસન આજે બપોરે જ ડીએમકે નેતાઓને મળવા પહોંચ્યા હતા. અહીં ઉધયનિધિ સ્ટાલિન સાથે વાત કર્યા બાદ હાસને કહ્યું કે તેમણે ડીએમકેના નેતૃત્વમાં ગઠબંધન માત્ર દેશના કલ્યાણ માટે પસંદ કર્યું છે અને કોઈ પદના લોભ માટે નહીં.
મક્કલ નીધી મયલ MNM પાર્ટી
મક્કલ નીધી મયમ (MNM)એ તમિલનાડુ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં એક ભારતીય પ્રાદેશિક રાજકીય પક્ષ છે. પાર્ટીની સ્થાપના કમલ હાસને 21 ફેબ્રુઆરી 2018ના રોજ મદુરાઈ ખાતે કરી હતી. તેમણે પક્ષના ધ્વજનું અનાવરણ પણ કર્યું. ધ્વજને છ એકબીજા સાથે જોડાયેલા હાથનું પ્રતીક કરવામાં આવે છે, જેનો અર્થ ભારતના દક્ષિણી રાજ્યો (પાંચ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશ) વચ્ચેના સહકારને રજૂ કરવાનો છે. તેમનું ચૂંટણી પ્રતીક બેટરી ટોર્ચલાઇટ છે.
'માયમ વ્હિસલ' નામની મોબાઇલ વ્હીસલબ્લોઅર એપ્લિકેશન
મક્કલ નીધી મૈયમે 'માયમ વ્હિસલ' નામની મોબાઇલ વ્હીસલબ્લોઅર એપ્લિકેશન પણ શરૂ કરી છે, જે લોકો માટે ખુલ્લી છે. આ પક્ષમાં હાલમાં અંદાજે 5,500 પદાધિકારીઓ હોવાનો અંદાજ છે. મક્કલ નીધી મયમ પાર્ટીના પ્રમુખ કમલ હાસને 2021માં શ્રી એ.જી. મૌર્ય IPS (નિવૃત્ત) અને શ્રી થંગાવેલુને મક્કલ નીધી મૈયમ પાર્ટીના ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કર્યા.