- નકુલનાથે X એકાઉન્ટ પરથી કોંગ્રેસ હટાવ્યું
- નકુલનાથે બાયોમાંથી કોંગ્રેસ નામ હટાવ્યું
- કમલનાથ પુત્ર સાથે ભાજપમાં જોડાય તેવી અટકળો
કમલનાથના સાંસદ પુત્ર નકુલ નાથે કોંગ્રેસ છોડી દીધી હોવાની ચર્ચા છે. તેનું કારણ એ છે કે તેમણે પોતાના ટ્વીટર પ્રોફાઇલમાંથી પાર્ટીનું નામ હટાવી દીધું છે. મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ પાર્ટીના દિગ્ગજ નેતા કમલનાથ અને તેમના પુત્ર નકુલ નાથે તેમના બાયોમાંથી કોંગ્રેસ પાર્ટીનું નામ હટાવી દીધું છે. કમલનાથ અને પુત્ર સાંસદ નકુલ નાથ છિંદવાડાના 5 દિવસના પ્રવાસે હતા પરંતુ વચ્ચે તેઓએ દિલ્હી જવાનું નક્કી કર્યું. ત્યાર બાદ આજે તેઓ અચાનક દિલ્હી આવી રહ્યા છે. નકુલનાથે ત્રણેય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (ટ્વીટર), ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પરથી લોગો હટાવી દીધો છે. તેના બદલે તેમણે લખ્યું છે, 'સંસદ સભ્ય, છિંદવાડા (મધ્યપ્રદેશ).' કમલનાથે કોંગ્રેસ છોડવાની ચર્ચાઓ પહેલાથી જ જોરશોરથી ચાલી રહી છે.
વીડી શર્માના નિવેદન બાદ ભાજપમાં જોડાવાની અટકળોએ જોર પકડ્યું છે.
કોંગ્રેસ નેતા કમલનાથ અને નકુલ નાથના બીજેપીમાં જોડાવાની અટકળો તે સમયે તેજ થઈ ગઈ જ્યારે પ્રદેશ બીજેપી અધ્યક્ષ વીડી શર્માએ કમલનાથ અને તેમના પુત્ર નકુલ નાથને લઈને મોટું નિવેદન આપ્યું. વીડી શર્માએ સ્પષ્ટ કહ્યું હતું કે જો કમલનાથ અને નકુલ નાથ ભાજપમાં જોડાવા માંગતા હોય તો તેમનું સ્વાગત છે.
કમલનાથનો છિંદવાડા પ્રવાસ રદ્દ
અહીં નોંધનીય બાબત એ છે કે કમલનાથનો છિંદવાડા પ્રવાસ પણ રદ્દ કરવામાં આવ્યો છે. નકુલનાથે સોશિયલ મીડિયા પરથી કોંગ્રેસનો લોગો અને નામ હટાવ્યા તે પહેલા જ આ પ્રવાસ રદ કરવામાં આવ્યો હતો. કમલનાથે 14 થી 18 ફેબ્રુઆરી સુધી છિંદવાડામાં એક કાર્યક્રમ રાખ્યો હતો. જોકે, છિંદવાડા પ્રવાસ અધવચ્ચે છોડીને કમલનાથ અચાનક જ પુત્ર નકુલ નાથ સાથે દિલ્હી જવા રવાના થઈ ગયા હતા. પૂર્વ સીએમના આ નિર્ણયથી મધ્યપ્રદેશનું રાજકારણ ગરમાયું છે.









