- કર્ણાટક વિધાનસભામાં કથિત પાકિસ્તાન ઝીંદાબાદના લાગ્યા નારા
- આ મામલે 3 લોકોની કરવામાં આવી ધરપકડ
- વ્યક્તિએ બે વાર સૂત્રોચ્ચાર કર્યા હતા- ડૉ. જી. પરમેશ્વરા
કર્ણાટક વિધાનસભામાં કથિત પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવવા મામલે 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. મહત્વનું છે કે 27 ફેબ્રુઆરીના રોજ કોંગ્રેસના નેતા સૈયદ નાસિર હુસૈનના સમર્થકો દ્વારા રાજ્યસભાની ચૂંટણીમાં જીત બાદ કરવામાં આવ્યા હતા.
3 લોકોની ધરપકડ- ગૃહમંત્રી, કર્ણાટક
કથિત પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવવા બદલ 3 આરોપીઓ ઝડપાયા છે. જે પૈકી એક આરોપી બેંગલુરુ, બીજો હાવેરી અને ત્રીજો દિલ્હીનો રહેવાસી છે. આ અંગે કર્ણાટકના ગૃહ પ્રધાન ડૉ. જી પરમેશ્વરાનું કહેવુ છે કે વ્યક્તિએ બે વાર સૂત્રોચ્ચાર કર્યા હતા. FSL એ કહ્યું નથી કે આ કોણે કહ્યું. FSLએ એટલું જ કહ્યું છે કે પુષ્ટિ થઇ ગઇ છે. અને તેમાં કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ નથી. તે એક સ્ટ્રેટ ફોરવર્ડ કન્ટીન્યુ વિડિયો છે. તેઓએ તપાસ કરી અને પુષ્ટિ કરી છે કે ત્યાં 'પાકિસ્તાન ઝિંદાબાદ' જેવા નારા લગાવવામાં આવી રહ્યા હતા અને તેના આધારે અમે ત્રણ લોકોની ઓળખ કરીને તેમની ધરપકડ કરી છે..
ભાજપે કર્યો હતો વિરોધ
આ મુદ્દે ભાજપ સતત વિરોધ નોંધાવી રહ્યું હતું. બીજેપી નેતાઓએ અનેક સવાલ ઉઠાવ્યા હતો કે 'પાકિસ્તાન ઝિંદાબાદ'ના નારા લગાવવાની માનસિકતા ધરાવતા લોકોને કેમ્પસમાં પોલીસ કેવી રીતે પ્રવેશ આપી શકે? કોંગ્રેસના રાજ્યસભા સભ્ય સૈયદ નસીર હુસૈન વિરુદ્ધ તપાસ થવી જોઈએ. જો કે સૈયદ નસીર હુસૈને આ મુદ્દે સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું હતું કે તેમના કેટલાક સમર્થકોએ ઉમેદવારોની જીતની ઉજવણી કરી હતી. ‘નસીર સાહેબ ઝિંદાબાદ, કોંગ્રેસ પાર્ટી ઝિંદાબાદ’ જેવા નારા લાગ્યા હતા. પરંતુ, જ્યારે તેઓ ઘરે જઈ રહ્યા હતા ત્યારે તેમને અચાનક 'પાકિસ્તાન તરફી' સૂત્રોચ્ચાર થઈ રહ્યા હોવાની માહિતી મળી હતી.









