• કર્ણાટક સેક્સ સ્કેન્ડલ અંગે બોલ્યા અમિત શાહ
  • રેવન્ના મામલે બીજેપીનું સ્ટેન્ડ કર્યુ ક્લિયર
  • કહ્યું, અમારી પાર્ટી દેશની માતૃ શક્તિ સાથે

લોકસભાની ચૂંટણીને લઇને આગામી દિવસોમાં ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે. તેવામાં ગુવાહાટીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં તેમણે ફેક વીડિયો, અનામત, 400 પારનો લક્ષ્ય તથા જેડીએસ નેતા પ્રજ્જવલ રેન્ના મામલે પણ પોતાની પાર્ટીનું વલણ સ્પષ્ટ કર્યું હતું.

અમારી પાર્ટી માતૃશક્તિ સાથે- અમિત શાહ

[[$googlead]]

અમિત શાહે JDS નેતા પ્રજ્જવલ રેવન્ના સાથે જોડાયેલા મામલે કર્ણાટકની કોંગ્રેસ સરકારનો ઘેરાવો કર્યો હતો. તેમણે કહ્યું કે હું કોંગ્રેસને પૂછવા માંગુ છું કે ત્યાં કોની સરકાર છે? ત્યાં કોંગ્રેસની સરકાર છે તેમ છતાં હજુ સુધી કેમ કોઇ પગલા લેવામાં આવ્યા નથી. રાજ્ય સરકારે આ મામલે કાર્યવાહી કરવાની જરૂર હતી. તેમણે વધુમાં જણાવ્યું કે અમે આ મામલે કાર્યવાહીના સમર્થનમાં છીએ અને અમારી ભાગીદાર પાર્ટી જેડીએસ પણ તેનું સમર્થન કરે છે. અમારી પાર્ટી દેશની માતૃ શક્તિ સાથે છે. આજે તેમની કોર કમિટીની બેઠક છે, જેમાં યોગ્ય પગલાં લેવામાં આવશે.

[[$alsoread]]

શું છે JDS નેતા પ્રજ્જવલ રેવન્નાને લઇને વિવાદ ?

કથિત સેક્સ સ્કેન્ડલ મામલે  દેવેગૌડાના ધારાસભ્ય પુત્ર એચડી રેવન્ના અને હાસન સીટના પૌત્ર સાંસદ પ્રજ્વલ રેવન્ના પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. તેમના પર યૌન શોષણ, સેક્સ વીડિયો રેકોર્ડિંગ, ધાકધમકી અને ષડયંત્ર જેવા આરોપો છે. આ મામલામાં તપાસ પૂરી ન થાય ત્યાં સુધી રેવન્નાને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ અંગે કર્ણાટકના હાસનમાં બે કેસ નોંધાયા છે. એક કેસ એચડી રેવન્ના સામે અને બીજો તેમના પુત્ર પ્રજ્વલ રેવન્ના સામે નોંધાયેલ છે. નવીન ગૌડા સામે અન્ય એક કેસ પણ નોંધાયેલ છે. હવે આ બંને કેસ કર્ણાટક સરકારના આદેશ પર તપાસ માટે SITને સોંપવામાં આવ્યા છે. મહત્વનું છે કે 33 વર્ષના રેવન્નાનો કથિત અશ્લીલ વીડિયો જાહેર થયા બાદ શનિવારે સવારે જર્મની ભાગી ગયો હતો. રેવન્નાએ દાવો કર્યો છે કે તેના વીડિયો સાથે છેડછાડ કરવામાં આવી છે અને આ વીડિયો તેની ઈમેજને ખરાબ કરવા માટે ફેલાવવામાં આવી રહ્યા છે.

  • Follow us on: