- દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે અગાઉ કાર્તિને વચગાળાની ધરપકડમાંથી રાહત આપી હતી
- શુક્રવારની સુનાવણી દરમિયાન, EDએ કાર્તિનાં આગોતરા જામીન અરજીને ફગાવી
- EDએ કાર્તિ, તેના નજીકના સહયોગી એસ ભાસ્કરરામન વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો
ચીની વિઝા કૌભાંડમાં દિલ્હીની કોર્ટે કાર્તિ ચિદમ્બરમની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે. ચૂકાદા બાદ કાર્તિના વકીલો દિલ્હી હાઈકોર્ટમાં જવાની વાત કરી રહ્યા છે. થોડા દિવસો પહેલા, ચીની વિઝા કૌભાંડ કેસમાં, EDએ કાર્તિ, તેના નજીકના સહયોગી એસ ભાસ્કરરામન વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો. એવા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, પંજાબમાં સ્થિત વેદાંત જૂથના પાવર પ્રોજેક્ટ માટે વિઝા મેળવવામાં ચીની નાગરિકોની મદદ કરવામાં આવી હતી.
કાર્તિ પર વિઝાના બદલામાં લાંચ લેવાનો પણ આરોપ હતો. આ કૌભાંડ તે સમયનો છે જ્યારે પી ચિદમ્બરમ દેશના ગૃહમંત્રી હતા. પરંતુ કાર્તિ ચિદમ્બરમ આ તમામ આરોપોને ખોટા ગણાવી રહ્યા છે. થોડા દિવસો પહેલા, CBI હેડક્વાર્ટરની બહાર મીડિયાને સંબોધિત કરતી વખતે, તેણે ભારપૂર્વક કહ્યું હતું કે કોઈપણ ચીની નાગરિકને વિઝા મેળવવામાં તેમની તરફથી કોઈ મદદ કરવામાં આવી નથી. તેને ખોટા કેસમાં ફસાવવામાં આવી રહ્યો છે.










