• કાશી વિશ્વનાથ મંદિરમાં આવનારા ભક્તોની વધી સંખ્યા
  • કોરિડોર બન્યા બાદ ભક્તોની સંખ્યા વધી
  • છેલ્લા પાંચ મહિનામાં 2 કરોડથી વધુ લોકોએ કર્યા દર્શન
કાશી વિશ્વનાથ મંદિરમાં દિવસ જાય તેમ શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. બાબા વિશ્વનાથના દરબારમાં દર્શન કરવાની સુવિધાઓ વધતા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. ત્યારે છેલ્લા પાંચ મહિનાની વાત કરીએ તો જાન્યુઆરીથી મે સુધી શિવ ભક્તોની સંખ્યામાં 48.23 ટકાનો વધારો થયો છે.

બાબાની આવકમાં પણ 33%નો વધારો
શ્રી કાશી વિશ્વનાથ મંદિર ટ્રસ્ટના મુખ્ય કાર્યકારી અધિકારી વિશ્વ ભૂષણ મિશ્રાએ જણાવ્યું હતું કે 1 જાન્યુઆરીથી 31 મે, 2024 સુધીમાં 2,86,57,473 ભક્તોએ કાશી વિશ્વનાથ બાબાના દર્શન કર્યા હતા. વર્ષ 2023માં આ સમયમર્યાદા દરમિયાન 1,93,32,791 ભક્તોએ બાબાના દર્શન કર્યા હતા. મતલબ કે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે 93,24,682 વધુ ભક્તો બાબાના દરબારમાં પહોંચ્યા. તેમના જણાવ્યા અનુસાર આ સમયગાળા દરમિયાન બાબાની આવકમાં પણ 33 ટકાનો વધારો થયો છે.

મંદિરમાં છે ખૂબ સારી સુવિધા
અહીં આવનારા ભક્તો જણાવે છે કે મંદિરમાં ઘણી સારી સુવિધાઓ છે. ભક્તોને પાણી પીવા માટેની પણ વ્યવસ્થા છે.ગરમથી બચવા માટે ઠેર ઠેર ટેન્ટ લગાવવામાં આવ્યા છે. એક શ્રદ્ધાળુના જણાવ્યા મુજબ બાબાના દરબારમાં દર્શન માટે ખૂબ જ સારી વ્યવસ્થા છે. તમે અહીં દર્શન કર્યા બાદ પણ બેસી શકો છો. ભક્તો માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે અને લોકો ખુલ્લા પગે ચાલતી વખતે દાઝી ન જાય તે માટે કાર્પેટની વ્યવસ્થા કરવામાં આવી છે.

પીએમ મોદીએ કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું હતું
ઉલ્લેખનીય છે કે 13 ડિસેમ્બર, 2021ના રોજ પીએમ મોદીએ કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું હતું. જેના કારણે હવે ભક્તોએ નાની નાની ગલીઓ અને સાંકડા રસ્તામાંથી પસાર થવુ પડતું નથી. હવે ભક્તો ગંગા ઘાટથી કોરિડોર દ્વારા સીધા જ બાબા વિશ્વનાથના દર્શન માટે જઈ શકશે. મહત્વનું છે કે કાશી વિશ્વનાથ મંદિર ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે.
  • Follow us on: