ઉત્તરાખંડમાં આજથી બાબા કેદારનાથ ધામના કપાટ ખુલી ગયા છે. સવારે 7 વાગ્યે સંપૂર્ણ ધાર્મિક વિધિઓ સાથે કપાટ ખોલવામાં આવ્યા. આ દરમિયાન મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે, ભારતીય સેનાના ગઢવાલ રાઇફલ્સના બેન્ડ દ્વારા ભક્તિમય ધૂન વગાડવામાં આવી હતી. ઉપરાંત, હેલિકોપ્ટરથી ભક્તો પર પુષ્પવૃષ્ટી કરવામાં આવી હતી. કેદારનાથ ધામના કપાટ ખુલ્યા બાદ ત્યાં સાંસ્કૃતિક કાર્યક્રમો ચાલી રહ્યા છે, જેમાં પુષ્કર સિંહ ધામી પણ હાજર છે. બાબા કેદારનાથ ધામના કપાટ ખુલે તે પહેલાં જ દેશ-વિદેશથી મોટી સંખ્યામાં ભક્તો અહીં આવવા લાગ્યા હતા.


[[$googlead]]

કેદારનાથ ધામના કપાટ ખુલી ગયા

[[$alsoread]]

ભક્તોની આતુરતાનો અંત આવ્યો છે, કારણ કે ઉત્તરાખંડમાં બાબા કેદારનાથ ધામના કપાટ આજથી ખુલી ગયા છે. આજે સવારે કપાટ ખોલવામાં આવ્યા હતા, જ્યાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સીએમ પુષ્કર સિંહ ધામી પણ હાજર હતા. કપાટ ખુલ્યા પછી, ભક્તોનું ફૂલોની વર્ષાથી સ્વાગત કરવામાં આવ્યું. કપાટ ખુલ્યા પછી, ત્યાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં ભક્તો આનંદથી નાચતા જોવા મળે છે. આના ઘણા વીડિયો સામે આવ્યા છે, જેમાં ભક્તોની ખુશી જોઈ શકાય છે.

આ વખતે મંદિરમાં ફોન પર પ્રતિબંધ

કેદારનાથમાં ભક્તો માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. કેદારનાથ મંદિર સંકુલના 30 મીટરની અંદર મોબાઇલ ફોનનો ઉપયોગ કરવાની મંજૂરી નથી. રીલ કે ફોટોશૂટ કરાવતા પકડાશે તો મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવશે અને 5000 રૂપિયાનો દંડ ભરવો પડી શકે છે.

દર વર્ષે શિયાળામાં ભારે હિમવર્ષાને કારણે બાબા કેદારનાથ મંદિરના કપાટ બંધ થઈ જાય છે

દર વર્ષે શિયાળામાં ભારે હિમવર્ષાને કારણે બાબા કેદારનાથ મંદિરના કપાટ બંધ થઈ જાય છે. ઉનાળો આવતાની સાથે જ મંદિરના કપાટ ફરી ખુલી જાય છે અને બાબા કેદાર ભક્તોને દર્શન અને આશીર્વાદ આપે છે.

  • Follow us on: