- ચારધામ યાત્રામાં હજારોની સંખ્યામાં યાત્રીઓ
- કેદારનાથમાં હેલિકોપ્ટરનું કરાયુ ઇમરજન્સી લેન્ડિંગ
- હજારોની સંખ્યામાં યાત્રીઓ છે ચારધામના પ્રવાસે
ઉત્તરાખંડ ચારધામ યાત્રા ચાલી રહી છે. હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ચાર ધામના દર્શને પહોંચી રહ્યા છે. ત્યારે કેદારનાથ યાત્રા દરમિયાન એક હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરવુ પડ્યુ હોવાનું સામે આવ્યું છે. શું છે સમગ્ર વિગત આવો જાણીએ.
કેમ કરાયુ ઇમરજન્સી લેન્ડિંગ ?
કેદારનાથ યાત્રા દરમિયાન પાયલટ સહિત 7 લોકોને લઇ જઇ રહેલા હેલિકોપ્ટરમાં ટેક્નિકલ ખામી સર્જાતા તાત્કાલિક લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. એક અધિકારીના જણાવ્યા મુજબ હેલિકોપ્ટર હિમાલય મંદિરની પાસે હેલિપેડથી થોડા જ અંતર પર ઉતર્યુ. અધિકારીએ પુષ્ટિ કરી છે કે પાયલટ સહિત વિમાનમાં સવાર 7 યાત્રીઓ સુરક્ષિત છે. પાયલટની સૂઝબૂઝથી કોઇ મોટી જાનહાનિ ટળી હતી.
100મીટર પહેલા જ કરાયુ લેન્ડિંગ
મહત્વનું છે કે કેદારનાથ ધામમાં હવાઈ માર્ગે પણ યાત્રીઓ દર્શન કરવા પહોંચી રહ્યા છે. યાત્રીઓની ભીડ વધી રહી છે. . કેદારનાથ ધામ માટે દરરોજ મોટી સંખ્યામાં હેલિકોપ્ટર યાત્રાળુઓને લઈ જઈ રહ્યા છે. આજે સવારે પણ ક્રિસ્ટલ એવિએશનના હેલિકોપ્ટરે મુસાફરો સાથે ઉડાન ભરી હતી. પરંતુ કોઇ ટેક્નિકલ ખામી સર્જાતા ક્રિસ્ટલ એવિએશન હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. કેદારનાથ ધામથી માત્ર 100 મીટર પહેલા પહાડી પર લેન્ડિંગ કરાયું હતું. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી રુદ્રપ્રયાગ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર પાયલટ સહિત 06 મુસાફરો સાથે સિરસી હેલિપેડથી કેદારનાથ ધામ તરફ આવી રહેલી કેસ્ટ્રેલ એવિએશન કંપનીની હેલી કોઈ ટેકનિકલ સમસ્યાને કારણે સવારે લગભગ 7.05 વાગ્યે હેલિપેડથી લગભગ 100 મીટર પહેલાં અટકી ગઈ હતી.









