• ભગવાન કેદારનાથના કપાટ આવતી કાલે ખૂલશે
  • પંચમુખી ડોલી કેદારનાથ જવા નીકળી હતી
  • ભક્તોએ બાબા કેદારનાથનો કર્યો જય જયકાર

ઉત્તરાખંડની ચારધામ યાત્રા શરૂ થવામાં હવે ગણતરીના કલાકો જ બાકી છે. 10મી મેના રોજ અક્ષય તૃતીયાના શુભ અવસર પર બાબા કેદારનાથ ધામના દરવાજા ખોલવામાં આવશે. જેને લઇને પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે.

પંચમુખી ડોલી કેદારનાથ ધામ જવા રવાના

[[$googlead]]

ભગવાન કેદારનાથજીની પંચમુખી ડોલી આજે 9 મે ગુરુવારે સવારે 8.30 કલાકે ગૌરમાઈ મંદિર ગૌરીકુંડના ત્રીજા સ્ટોપથી શ્રી કેદારનાથ ધામ નીકળી હતી. જ્યાં વિવિધ સ્થળોએ ભક્તોએ પંચડોલીનું સ્વાગત કર્યું હતું. તેમજ બાબા કેદાર પર પુષ્પોની વર્ષા કરી હતી. આ દરમિયાન ભક્તો બાબા કેદારનો જયજયકાર કરતા જોવા મળ્યા હતા. મહત્વનું છે કે બાબા કેદારનાથની ડોલી 6 મેએ રોકાણ માટે શ્રી વિશ્વનાથ મંદિર ગુપ્તકાશીથી શ્રી ઓમકારેશ્વર મંદિર ઉખીમઠ પહોંચી હતી. 7 મેના રોજ તેના બીજા સ્ટોપ ફાટા પર પહોંચી. પંચમુખી ડોલી 8મીએ મોડી સાંજે ગૌરીમાતા મંદિર ગૌરીકુંડ પહોંચી હતી.

[[$alsoread]]


ભક્તોએ બાબા કેદાર પર પુષ્પોની વર્ષા કરી હતી

જ્યારે પંચમુખી ડોલી કેદારનાથ માટે રવાના થઈ રહી હતી ત્યારે ગૌરીગાંવના ભક્તો અને શાળાના બાળકોએ બાબા કેદારની જયના નારા લગાવીને પુષ્પવર્ષા કરી હતી. આ ઉપરાંત જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ, ગઢવાલ મંડળ વિકાસ નિગમ અને સ્થાનિક દુકાનદારોએ કેદારનાથ પદયાત્રાના માર્ગ પર દેવ ડોલીનું સ્વાગત કર્યું. હતું. BKTC મીડિયા પ્રભારી ડૉ. હરીશ ગૌરે જણાવ્યું હતું કે ડોલીયાત્રા સાથે ભારત અને વિદેશમાંથી પણ સેંકડો શ્રદ્ધાળુઓ કેદારનાથ જઈ રહ્યા છે. ઉત્તરાખંડની ચારધામ યાત્રા 10મી મેથી શરૂ થઈ રહી છે. આ વખતે ચારધામ યાત્રા માટે લાખો શ્રદ્ધાળુઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.


  • Follow us on: