- ખામીયુક્ત ચેપર થયુ ક્રેશ સમારકામ માટે લાવી રહ્યા હતા
- ક્ષતિગ્રસ્ત ચોપરને એરફોર્સના MI 17થી લટકાવીને ગૌચર એરસ્ટ્રીપ પર લઈ જવામાં આવી રહ્યુ હતુ
- ક્રિસ્ટલ એવિએશન કંપનીમાં 24 મે, 2024ના રોજ ટેક્નિકલ ખામી સર્જાઇ હતી
24 મે 2024ના રોજ લેન્ડિંગ દરમિયાન ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. 24 મે, 2024 ના રોજ લેન્ડિંગ દરમિયાન ટેક્નિકલ ખામીને કારણે જે હેલિકોપ્ટરને ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું, તે આજે સવારે ક્રેશ થયું હતું. ચોપરને રિપેર કરવાના હેતુથી એરફોર્સના MI 17 હેલિકોપ્ટરની મદદથી ચોપરને લટકાવીને ગૌચર એરસ્ટ્રીપ પર પહોંચાડવામાં આવી રહ્યુ હતુ. આ સમય દરમિયાન MI 17 સરકવાનુ શરૂ થયું. ખતરાની જાણ થતાં પાયલોટે ખાલી જગ્યા જોઈને ચોપરને ખીણમાં છોડી દીધુ.
આ બગડેલા ચોપરને શનિવારે રિપેર કરાવવા માટે ગૌચર એરસ્ટ્રીપ પર લઈ જવાની યોજના હતી
જિલ્લા પ્રવાસન અધિકારી રાહુલ ચૌબેએ જણાવ્યું હતું કે ક્રિસ્ટલ એવિએશન કંપનીમાં 24 મે, 2024ના રોજ ટેક્નિકલ ખામી સર્જાઇ હતી પાયલટની સતર્કતાને કારણે ચોપરનું કેદારનાથ હેલિપેડથી થોડે દૂર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. પાયલોટની બુદ્ધિમત્તાના કારણે ચોપરમાં સવાર તમામ મુસાફરોનું સુરક્ષિત ઉતરાણ થયું હતું.
એરફોર્સના એમઆઈ 17 હેલિકોપ્ટરથી લટકાવીને લગભગ 7 વાગ્યે ગૌચર લઈ જવામાં આવનાર હતુ.
પર્યટન અધિકારીએ જણાવ્યું કે આ બગડેલા ચોપરને શનિવારે રિપેર કરાવવા માટે ગૌચર એરસ્ટ્રીપ પર લઈ જવાની યોજના હતી, જે મુજબ ક્રિસ્ટલ એવિએશનની ચોપરને એરફોર્સના એમઆઈ 17 હેલિકોપ્ટરથી લટકાવીને લગભગ 7 વાગ્યે ગૌચર લઈ જવામાં આવનાર હતુ.
ટીમ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી રહી છે
થોડે દૂર પહોંચતાની સાથે જ હેલિકોપ્ટરના વજન અને પવનની અસરને કારણે MI 17 એ પોતાનું સંતુલન ગુમાવવાનું શરૂ કર્યું, જેના કારણે થરુ કેમ્પની નજીક પહોંચ્યા પછી હેલિકોપ્ટરને MI 17 પરથી નીચે ઉતારવું પડ્યું. ચોપરમાં કોઈ મુસાફરો કે સાધનો ન હતા. માહિતી મળતા જ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ટીમ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી રહી છે. તેમણે તમામ લોકોને ચોપર ક્રેશમાં કોઈ જાનહાનિ અંગે અફવા ન ફેલાવવાની અપીલ કરી છે.









