- શિયાળાની ઋતુ માટે કેદારનાથ ધામના કપાટ સવારે 8:30 વાગ્યે બંધ થયા
- બાબા કેદારની પંચમુખી મૂર્તિને ભંડારમાંથી મંદિરના એસેમ્બલી હોલમાં ખસેડવામાં આવી
- 17 નવેમ્બરે બાબા કેદાર ઓમકારેશ્વર મંદિરમાં છ મહિનાની શિયાળાની પૂજા માટે બિરાજમાન થશે
આજે ભાઈબીજનાં પવિત્ર તહેવાર પર શિયાળાની ઋતુ માટે કેદારનાથ ધામના કપાટ સવારે 8:30 વાગ્યે બંધ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન મંદિર બાબા કેદારના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. મંગળવારે કેદારનાથમાં બાબા કેદારની પંચમુખી મૂર્તિને ભંડારમાંથી મંદિરના એસેમ્બલી હોલમાં ધાર્મિક વિધિઓ અને પૂજા સાથે ખસેડવામાં આવી હતી.
સવારે 4:00 વાગ્યે મંદિરના ગર્ભગૃહમાં પૂજાનો પ્રારંભ થયો હતો. બાબાનો ચલ ઉત્સવ વિગ્રહ ડોલી ધામથી શિયાળુ બેઠક ઓમકારેશ્વર મંદિર ઉખીમઠ માટે રવાના થશે અને રાત્રી રોકાણ માટે પ્રથમ સ્ટોપ રામપુર પહોંચશે. 17 નવેમ્બરે બાબા કેદાર ઓમકારેશ્વર મંદિરમાં છ મહિનાની શિયાળાની પૂજા માટે બિરાજમાન થશે.










