અરવિંદ કેજરીવાલે દિલ્હીના સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેઓ મંગળવારે સાંજે એલજી ઓફિસ પહોંચ્યા અને લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાને પોતાનું રાજીનામું સુપરત કર્યું. આમ આદમી પાર્ટી ધારાસભ્ય દળની બેઠકમાં આતિશીને સીએમ પદની જવાબદારી સોંપવામાં આવી છે.
આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે દિલ્હીના CM પદ પરથી રાજીનામું આપી દીધું છે. મંગળવારે સાંજે તેઓ એલજી ઓફિસ પહોંચ્યા હતા. અહીં તેમણે લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાને પોતાનું રાજીનામું સુપરત કર્યું. પાર્ટીના નેતા આતિશી પણ તેમની સાથે હતા. આમ આદમી પાર્ટી ધારાસભ્ય દળની બેઠકમાં આતિશીને સીએમ પદની જવાબદારી સોંપવામાં આવી છે. અરવિંદ કેજરીવાલે રવિવારે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે જ્યારે જનતા તેમને પ્રમાણિકતાનું પ્રમાણપત્ર આપશે ત્યારે જ તેઓ મુખ્યમંત્રીની ખુરશી પર બેસશે.
કેજરીવાલના રાજીનામા બાદ આતિષીની પહેલી પ્રતિક્રિયા
કેજરીવાલના રાજીનામા બાદ આતિશીએ કહ્યું કે, કેજરીવાલ પર ખોટા આરોપો લગાવવામાં આવ્યા છે. તેમને ખોટા કેસમાં 6 મહિના સુધી જેલમાં રાખવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે આ અંગે કડક ટિપ્પણી કરી છે. જો કેજરીવાલની જગ્યાએ અન્ય કોઈ નેતા હોત તો તે તરત જ ખુરશી પર બેસી ગયા હોત. પરંતુ, કેજરીવાલે જે કર્યું છે, તે દુનિયાના કોઈ નેતાએ કર્યું નથી.
અરવિંદ કેજરીવાલે મને મુખ્યમંત્રી બનાવી: આતિશી
આતિશીએ પાર્ટીના ધારાસભ્યો અને કાર્યકરોને આ પ્રસંગે અભિનંદન ન આપવા કહ્યું, કેજરીવાલે મારા પર વિશ્વાસ કર્યો, મને ધારાસભ્ય બનાવ્યો, પછી મંત્રી અને હવે મુખ્યમંત્રી બનાવામાં આવી છે. હું કેજરીવાલનો આભાર માનું છું. હું સામાન્ય પરિવારમાંથી આવું છું. જો હું અન્ય કોઈ પક્ષમાં જોડાઇ હોત તો મને ચૂંટણી લડવાની ટિકિટ પણ ન મળી હોત...પણ કેજરીવાલે મારા પર વિશ્વાસ મુક્યો છે અને આજ દિલ્હીના CM પદની જવાબદારી મળી છે.
આતિશી માટે દિલ્હીની ગાદી એક મોટો પડકાર..!
આતિશી માટે દિલ્હીની ગાદી એક મોટો પડકાર સાબિત થઈ શકે છે. શું આતિશી દિલ્હીના સીએમ પદ સંભાળી શકશે? શું આતિશી એલજી સાથે સ્પર્ધા કરી શકશે? આવા અનેક સવાલો સત્તાના ગલિયારાઓમાં ગુંજી રહ્યા છે. પરંતુ તેમનો જવાબ મોટાભાગે 'હા' છે. આતિશી છેલ્લા ઘણા મહિનાઓથી દિલ્હીના તમામ મોટા વિભાગોનો હવાલો સંભાળી રહ્યા છે. આવી સ્થિતિમાં આતિશીને સીએમ પદ માટે વધુ સારી દાવેદાર માનવામાં આવે છે.
આતિશી, જે દિલ્હી સરકારની એકમાત્ર મહિલા મંત્રી હતી, તે ન માત્ર પાર્ટીમાં સારી રીતે વર્તે છે પરંતુ કેન્દ્ર સરકારના અધિકારીઓ સાથે પણ સારી રીતે વર્તે છે. અરવિંદ કેજરીવાલ પછી જો કોઈ એલજીને ટક્કર આપી શકે તો તે છે આતિશી. આતિશી AAPનો એક એવો ચહેરો છે, જેમની વાતને પાર્ટીના તમામ લોકો અનુસરે છે. આવી સ્થિતિમાં આતિશીને દિલ્હીની ગાદી સોંપવી એ અરવિંદ કેજરીવાલનો માસ્ટરસ્ટ્રોક સાબિત થઈ શકે છે.









