- કેજરીવાલને દિલ્હી હાઇકોર્ટે ન આપી રાહત
- હાઇકોર્ટે કેજરીવાલની ધરપકડને યોગ્ય ગણાવી
- બીજેપી નેતા બાંસુરી સ્વરાજે આપી પ્રતિક્રિયા
દિલ્હી હાઇકોર્ટે અરવિંદ કેજરીવાલની ધરપકડને પડકારતી અરજી ફગાવી દીધી છે. ત્યારે આ મામલે બીજેપી દ્વારા ધારદાર નિવેદનો કરવામાં આવી રહ્યા છે. ત્યારે હવે બીજેપી ઉમેદવાર બાંસુરી સ્વરાજે આ મામલે ટિપ્પણી કરી છે.
નૈતિકતાના ધોરણે રાજીનામુ આપી દેવુ જોઇએ- બાંસુરી સ્વરાજ
દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડને પડકારતી અરજીને દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી છે. ત્યારે બીજેપી નેતા બાંસુરી સ્વરાજે કે આ નિર્ણય સાથે દિલ્હી હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે અરવિંદ કેજરીવાલ દારૂના કૌભાંડમાં મહત્વની ભૂમિકા છે. કોર્ટે EDના તમામ તથ્યો પર ધ્યાન આપ્યું... અન્ય તમામ પુરાવાઓ જોયા બાદ દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દારૂ કૌભાંડમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે... હાઈ કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે તેમની ધરપકડ બિલકુલ ગેરકાયદેસર નથી, તે 100% સાચી છે... મને લાગે છે કે અરવિંદ કેજરીવાલે નૈતિક ધોરણે રાજીનામું આપવું જોઈએ.
hcની ટિપ્પણી ધ્યાન આપવા જેવી- કે.સી ત્યાગી
JDU નેતા કે.સી. અરવિંદ કેજરીવાલની ધરપકડને પડકારતી અરજીને દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી. આ મામલે કે.સી ત્યાગીએ કહ્યું કે હાઈકોર્ટની કડક ટિપ્પણી ધ્યાન આપવા જેવી છે. હું કોર્ટના નિર્ણયનું સ્વાગત કરું છું.
ટકેજરીવાલ ભ્રષ્ટ હોવાનું સાબિત થયું- શહેઝાદ પૂનાવાલા
ભાજપના પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ અરવિંદ કેજરીવાલની ધરપકડને પડકારતી અરજીને દિલ્હી હાઈકોર્ટ દ્વારા નકારી કાઢવા પર જણાવ્યું હતું કે, "હાઈકોર્ટના નિર્ણયથી સ્પષ્ટ થાય છે કે અરવિંદ કેજરીવાલ દારૂ કૌભાંડમાં ભ્રષ્ટ છે... હાઈકોર્ટે કહ્યું છે કે અરવિંદ કેજરીવાલ ભ્રષ્ટ છે. તેમણે ભ્રષ્ટાચાર કર્યો હોવાના પૂરતા પુરાવા છે. તેઓ કહેતા હતા કે 250 રૂપિયા મળ્યા નથી, તેમણે કહ્યું હતું કે મની ટ્રેઇલ છે અને ગોવાની ચૂંટણીમાં પણ ખર્ચ કરવામાં આવ્યો હતો... આજે સવાલ એ છે કે શું અરવિંદ કેજરીવાલ પાસે કોઈ નૈતિકતા રહી છે કે તેઓ મુખ્યમંત્રી તરીકે યથાવત રહે અને તિહારથી સરકાર ચલાવે?
કોર્ટના નિર્ણયનું સન્માન કરીએ છીએ- પંજાબ કોંગ્રેસ પ્રમુખ
પંજાબ કોંગ્રેસના પ્રમુખ અમરિન્દર સિંહ રાજા વારિંગે અરવિંદ કેજરીવાલની ધરપકડને પડકારતી અરજીને દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધા બાદ કહ્યું, "કાયદો પોતાનો માર્ગ અપનાવશે... મામલો હવે કોર્ટમાં છે, અમે કોર્ટના નિર્ણયનું સન્માન કરીએ છીએ."
આપ પાર્ટીનો ઘમંડ તૂટ્યો- સુધાંશુ ત્રિવેદી
સાંસદ અને ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ આ મામલે ટિપ્પણી કરી કે આમ આદમી પાર્ટીનો ઘમંડ તૂટી ગયો છે. સ્વયંઘોષિત કટ્ટર ઇમાનદારનું પાત્ર ધારદાર તથ્યોની સાથે ચૂર ચૂર થઇ ગયું. વધુમાં જણાવ્યું કે કહેવાતા સામાન્ય માણસ મુખ્ય પ્રધાન માટે, કોર્ટે સ્પષ્ટપણે કહ્યું છે. સામાન્ય માણસ અને AAPના મુખ્યમંત્રી માટે કાયદો અલગ ન હોઈ શકે. આમ આદમી પાર્ટીનો કોમન મેનનો નકાબ ઉતરી ગયો છે. કારણ કે તેઓ એટલે કે અરવિંદ કેજરીવાલ એક ખાસ વ્યક્તિ જેવો વ્યવહાર કરવા માગતા હતા.









