- તળાવમાં નહાવા ગયેલા બાળકના નાક વાટે અમીબા શરીરમાં પ્રવેશ્યો હતો
- કેરળમાં 2023 અને 2017માં પણ આ બીમારીના કેસ જોવા મળ્યા હતા
- અમીબાને કારણે મસ્તિષ્કમાં દુર્લભ ઇન્ફેક્શન થતા બાળકનું સારવાર દરમિયાન મોત
કેરળથી એક દુઃખદ ઘટના સામે આવી છે. અહીં તળાવમાં નહાતી વખતે એક 14 વર્ષના બાળકના નાકમાં મગજ ખાનાર અમીબા ઘૂસી ગયો હતો. આ પ્રકારે અમીબાએ બાળકના નાક વાટે શરીરમાં પ્રવેશ કર્યો હતો.અમીબાને કારણે મસ્તિષ્કમાં દુર્લભ ઇન્ફેક્શન થતા બાળકનું સારવાર દરમિયાન મોત થયું હતું.
ત્રણ મહિનામાં આ પ્રકારના મોતની આ ત્રીજી ઘટના છે. સરકાર આ મુદ્દે એલર્ટ થઈ ગઈ છે. આ પહેલાં આ બીમારી 2023 અને 2017માં રાજ્યના અલાપ્પુઝા જિલ્લામાં જોવા મળી હતી. ડૉક્ટર્સના અનુસાર બાળકના મગજમાં દુર્લભ એમિબિક મેનિંગોએન્સેફેલાઇટિસ ઇન્ફેક્શન પ્રવેશી ગયું હતું અને તેના કારણે આ બાળકે એક ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. આ બીમારી પ્રદૂષિત પાણીમાં મળી આવતા પરજીવી અમીબાને કારણે થાય છે.










