• કેરળમાં રાજ્યપાલ આરીફ મહોમ્મદ વિરુદ્ધ વિરોધ
  • SFIના કાર્યકરોએ કાળી ધજા ફરકાવી કર્યો વિરોધ
  • રાજ્યપાલ એરપોર્ટ જઇ રહ્યા હતા તે સમયે બની ઘટના

કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનની કારનો કાફલો રવાના થઇ રહ્યો હતો ત્યારે એસએફઆઈના કાર્યકરોએ તિરુવનંતપુરમમાં કાળા ઝંડા બતાવીને વિરોધ કર્યો હતો. આ સાથે જ બે જગ્યાએ તેમની કારને ટક્કર મારી દીધી હતી. આ ઘટના બાદ કેરળના રાજ્યપાલ લાલઘૂમ થયા છે. તેઓએ સીએમ પિનરાઇ વિજયન પર શારીરિક રીતે ઇજા પહોંચાડવા માટે કાવતરુ રચ્યુ હોવાનો આરોપ લગાવ્યો છે.

ક્યારે બની ઘટના ?

[[$googlead]]

આરિફ મોહમ્મદ ખાને આ ગંભીર આરોપ એવા સમયે લગાવ્યો છે જ્યારે તેમના વાહનને ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી-માર્કસિસ્ટ (CPI-M)ની વિદ્યાર્થી પાંખ સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (SFI)ના કાર્યકરોએ કથિત રીતે ટક્કર મારી હતી. તેઓ તિરુવનંતપુરમ ઈન્ટરનેશનલ એરપોર્ટ જઈ રહ્યા હતા.

[[$alsoread]]

કેરળના રાજ્યપાલે ગંભીર આરોપ લગાવ્યા

આ અંગે તેઓઓ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે તે મુખ્યમંત્રી પિનરાઈ વિજયન હતા જેમણે મને શારીરિક રીતે નુકસાન પહોંચાડવા માટે 'ષડયંત્ર' રચ્યું હતું. ખાને એમ પણ કહ્યું કે રાજ્યમાં બંધારણીય વ્યવસ્થા પડી ભાંગી રહી છે. આરિફ મોહમ્મદ ખાને કહ્યું, શું એ શક્ય છે કે જો મુખ્યમંત્રીનો કાર્યક્રમ ચાલી રહ્યો હોય તો ત્યાં પ્રદર્શનકારીઓને લઈ જતી ગાડીઓને ત્યાં જવા દેવામાં આવે? શું પોલીસ કોઈને પણ મુખ્યમંત્રીની કારની નજીક આવવા દેશે?

મુખ્યમંત્રી પર લગાવ્યો આરોપ

રાજ્યપાલે આરોપ લગાવ્યો કે આ ઘટના પાછળ મુખ્યમંત્રીનો હાથ છે, જેઓ ષડયંત્ર રચી રહ્યા છે અને મને શારીરિક રીતે નુકસાન પહોંચાડવા માટે આ લોકોને મોકલી રહ્યા છે. તિરુવનંતપુરમની શેરીઓ પર ગુંડાઓએ કબજો જમાવી લીધો છે તેમણે વધુમાં એવી દલીલ કરી હતી કે જો સીએમ તેમની સાથે કોઈ બાબતમાં અસંમત હોય, તો તેનો અર્થ એ નથી કે મુખ્યમંત્રીએ તેમને શારીરિક રીતે નુકસાન પહોંચાડવાનું "ષડયંત્ર" કરવું જોઈએ. ખાને એવો પણ દાવો કર્યો હતો કે રાજ્યમાં બંધારણીય તંત્ર પડી ભાંગી રહ્યું છે. તેમણે પત્રકારોને કહ્યું કે વિરોધીઓએ માત્ર તેમના પર કાળા ધ્વજ જ નહીં લહેરાવ્યા પરંતુ તેમના વાહન પર બંને બાજુથી હુમલો પણ કર્યો હતો.


પોલીસે કેમ કશું ન કર્યુ ?- આરીફ મહોમ્મદ

આરીફ ખાને વધુમાં જણાવ્યું કે હું મારી કારમાંથી નીચે ઉતર્યો તો પછી તેઓ કેમ ભાગ્યા? તેઓ બધા એક જ કારમાં બેઠા હતા, એનો અર્થ પોલીસને ખબર હતી, પરંતુ મુખ્યમંત્રી જ્યારે તેમને સૂચના આપી રહ્યા છે ત્યારે બિચારી પોલીસ શું કરશે? રાજભવનના એક સૂત્રના જણાવ્યા અનુસાર, ત્રણ સ્થળોએ મોહમ્મદ ખાન વિરુદ્ધ કાળા ધ્વજ લહેરાવવામાં આવ્યા હતા અને તેમાંથી બે જગ્યાએ તેમની કારને વિરોધીઓએ ટક્કર મારી હતી. બીજી તરફ, પોલીસે કહ્યું કે રાજ્યપાલના વાહનને એસએફઆઈના કાર્યકરોએ માત્ર એક જ જગ્યાએ રોક્યા હતા અને વિદ્યાર્થી સંગઠનના સાત લોકોની ધરપકડ કરવામાં આવી હતી.


કાર્યકરોની થઇ અટકાયત

આ સિવાય બે ઘટનાઓમાં માત્ર કાળા ધ્વજ લહેરાવવામાં આવ્યા હતા અને આ સંદર્ભે લગભગ 10-12 SFI કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. તેમની સામે IPCની સંબંધિત જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવી રહ્યો છે. દરમિયાન, કોંગ્રેસ, તેના નેતૃત્વ હેઠળના યુડીએફ વિપક્ષ અને ભાજપે પણ રાજ્યપાલ પર કથિત હુમલા પાછળ સીએમ વિજયનનો હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાંગી છે.


  • Follow us on: