• કેરળના વાયનાડ જિલ્લામાં કુદરત રૂઠી છે
  • વરસાદ બાદ ભૂસ્ખલનના કારણે મૃત્યુઆંકમાં સતત વધારો થઇ રહ્યો છે
  • અત્યાર સુધીમાં તો 146 લોકોના મોતની પુષ્ટિ થઈ ચુકી છે

કેરળના વાયનાડ જિલ્લામાં કુદરત રૂઠી છે. વરસાદ બાદ ભૂસ્ખલનના કારણે મૃત્યુઆંકમાં સતત વધારો થઇ રહ્યો છે. અત્યાર સુધીમાં તો 146 લોકોના મોતની પુષ્ટિ થઈ ચુકી છે. 90 થી વધુ લોકો ગુમ હોવાનું કહેવાય છે જેને સ્વજનો શોધી રહ્યા છે, NDR, આર્મી, નેવી અને એરફોર્સના જવાનો મોટી સંખ્યામાં લોકોને કાટમાળમાંથી બચાવી રહ્યા છે. કુદરત સામે માનવ પાંગળો લાગી રહ્યો છે. 128 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. વાયનાડમાં હવામાન હજુ પણ ખરાબ છે. ભારે વરસાદને કારણે રેડ એલર્ટ છે. જેના કારણે રેસ્ક્યુ ટીમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેરળ સરકારે આ દુર્ઘટના બાદ બે દિવસનો શોક જાહેર કર્યો છે.

ડ્રોન અને ડોગ સ્ક્વોડની મદદથી રેસ્કયુ કરવામાં આવી રહ્યું છે

[[$googlead]]

[[$alsoread]]

ડ્રોન અને ડોગ સ્ક્વોડની મદદથી રેસ્કયુ કરવામાં આવી રહ્યું છે. મુંડાક્કાઈ જ્યાં આ ભૂસ્ખલન થયું છે તે ઉચ્ચ જોખમી આપત્તિવાળા વિસ્તારમાં આવે છે અને ત્યાં કોઈ લોકો રહેતા નથી. ત્યાંથી માટી, પત્થરો અને ખડકો ચુરલમાલા તરફ આવ્યા, જે ભૂસ્ખલનની ઉત્પત્તિ સ્થળથી 6 કિલોમીટર દૂર છે અને ઘણા લોકો અહીં વર્ષોથી રહે છે. જેને જોતા અહીં મોટી જાનહાનિ થઈ છે.

હજુ પણ ઘણા લોકો કાટમાળ નીચે દટાયેલા છે

પૂરનો પ્રકોપ ચારેકોર દેખાય છે. ભૂસ્ખલનમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. કાટમાળમાંથી હજુ પણ મૃતદેહો બહાર આવી રહ્યા છે. હજુ પણ ઘણા લોકો કાટમાળ નીચે દટાયેલા છે. આ દુર્ઘટનામાં 116થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આર્મી, એરફોર્સ અને નેવી ત્રણેય રાહત અને બચાવ કાર્ય સતત કરી રહી છે. અહી સ્થિતિ એટલી ખરાબ છે કે રેસ્ક્યુ ટીમને લોકોના મૃતદેહ બહાર કાઢવામાં પણ ભારે મુશ્કેલી આવી રહી છે.

200થી વધુ સેનાના જવાનો બચાવકાર્યમાં લાગેલા

વાયનાડમાં પ્રકૃતિની તબાહીનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે જ્યાં ભૂસ્ખલન થયું હતું ત્યાંથી લગભગ 50 કિલોમીટર દૂર મલપ્પુરમના પોથુકલ્લુ વિસ્તારમાંથી 10 મૃતદેહો મળી આવ્યા છે, જે ચલિયાર નદીમાં તણાઇ ગયા છે. ભારતીય વાયુસેનાએ કોઈમ્બતુરના સુલુર એરબેઝથી 2 હેલિકોપ્ટર મોકલ્યા છે, જે સતત કાટમાળમાંથી લોકોને બચાવી રહ્યા છે.

  • Follow us on: