- ભારતીય સૌનિક JCO કોન્સમ ખેડા સિંહનું અપહરણ
- અજાણ્યા શખ્સો ઘરમાં ઘૂસીને તત્વોએ કરી દાદાગીરી
- સમગ્ર મામલે સુરક્ષા એજન્સીઓએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું
ભારતીય સેનાના જુનિયર કમિશન ઓફિસર કોન્સમ ખેડા સિંહ શુક્રવારે રજા પર હતા. સવારે નવ વાગ્યે અજાણ્યા શખ્સો તેનમના ઘરમાં ઘૂસી ગયા હતા અને તેને બાંધીને વાહનમાં લઈ ગયા હતા. સુરક્ષા એજન્સીઓએ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
ભારતીય સેનાના જુનિયર કમિશન ઓફિસર (JCO)નું શુક્રવારે મણિપુરના થોબલ જિલ્લામાં અસામાજિક તત્વો દ્વારા તેમના ઘરેથી અપહરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર મામલે અધિકારીએ જણાવ્યું હતું કે, JCOની ઓળખ કોન્સમ ખેડા સિંહ તરીકે થઈ છે, જે ચરાંગપટ મામંગ લીકાઈના રહેવાસી છે. કોનસમ ખેડા સિંહ શુક્રવારે રજા પર હતા. કેટલાક લોકો સવારે નવ વાગ્યે તેના ઘરમાં ઘૂસી ગયા હતા અને તેને વાહનમાં લઈ ગયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે અપહરણ પાછળનું કારણ જાણી શકાયું નથી. પરંતુ પ્રથમ નજરે આ છેડતીનો મામલો લાગે છે. આર્મી ઓફિસરના પરિવારજનોને અગાઉ પણ આવી ધમકીઓ મળી હતી.













