• બીજેપી સાંસદ મનોજ તિવારીનો કટાક્ષ
  • હોળીના સમયે ગીતના અંદાજમાં કર્યો કટાક્ષ
  • કોઇ ખેલે રેલ મે.. મનોજ તિવારીએ ગાયુ ગીત

ભાજપના સાંસદ મનોજ તિવારીએ રાષ્ટ્રીય રાજધાનીમાં તેમના નિવાસસ્થાને હોળીની ઉજવણીનું આયોજન કર્યું હતું. આ ફંક્શન દરમિયાન મનોજ તિવારી પણ લોકગીતો ગાતા જોવા મળ્યા હતા. દારુ નીતિ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા સીએમ કેજરીવાલની ધરપકડ અંગે મનોજ તિવારીએ ગીતના અંદાજમાં કટાક્ષ કર્યો હતો. 

[[$googlead]]

કેજરીવાલ પર કર્યો કટાક્ષ

[[$alsoread]]

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ઝાટકણી કાઢતા બીજેપી સાંસદે ગીત ગાયુ કે 'કોઈ ખેલ મેં રેલ મેં, કોઈ ખેલ મેં જેલ મેં. મહત્વનું છે કે દિલ્હીમાં મનોજ તિવારીએ હોળી સેલિબ્રેશન કર્યુ હતું. જેમાં તેઓએ કાર્યકર્તાઓ સાથે તિલક હોળી રમી હતી. આ દરમિયાન તેમણે પોતાના ગીતો દ્વારા ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ફરીથી સરકાર બનાવશે.

આપ દ્વારા વિરોધ યથાવત

સમગ્ર દેશ હોળીની ઉજવણીના રંગોમાં રંગાઈ ગયો હતો. દરમિયાન, આમ આદમી પાર્ટીના નેતાઓએ મની લોન્ડરિંગ કેસ સંબંધિત દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ સામે તેમનો વિરોધ ચાલુ રાખ્યો હતો.

  • Follow us on: