કોલકાતામાં એક બેગમાં અચાનક વિસ્ફોટ થયો હતો જેમાં એક વ્યક્તિ ઘાયલ થઈ છે. જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર, તપાસ દરમિયાન પ્લાસ્ટિકની થેલી ફાટતાં એક વ્યક્તિ ઘાયલ થઈ હતી. જોકે આ ઘટનાને લઈ પોલીસ અને ફોરેન્સિકની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને તેની તપાસ ચાલી રહી છે.


પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં વિસ્ફોટના સમાચાર સામે આવ્યા છે. આ ઘટનામાં એક વ્યક્તિ ઘાયલ થઈ છે. ઘાયલ વ્યક્તિને NRS મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે.

રિપોર્ટ અનુસાર શનિવારે લગભગ પોણા બે વાગે (01.45) તલતલા પોલીસ સ્ટેશનને એક અજાણી બેગની માહિતી મળી હતી. બેગની તપાસ દરમિયાન બેગ ફૂટી હતી. જેમાં એક કચરો સાફ કરનાર વ્યક્તિ ઘાયલ થઈ હતી. આ વિસ્ફોટ બ્લોચમેન સેંટ અને એસએન બેનર્જી રોડ પર એક પ્લાસ્ટિકની બેગમાં થયો હતો. ત્યાંથી પસાર થતાં એક વ્યક્તિએ બેગ ઉઠાવવાની કોશીશ કરી અને વિસ્ફોટ થયો હતો.

આ બોમ્બ વિસ્ફોટ પછી સમગ્ર વિસ્તારને બંધ કરવામાં આવ્યો છે અને તપાસ કરવામાં આવી છે. બીડીડીએસ ટીમને ઘટના સ્થળે બોલાવવામાં આવી છે. બીડીડીએસ ટીમ દ્વારા સમગ્ર વિસ્તારમાં એલર્ટ આપવામાં આવ્યું છે.

ફૂટપાથ પર જ રહેતો હતો ઘાયલ વ્યક્તિ

હોસ્પિટલમાં ઘાયલ વ્યક્તિએ પોતાનું નામ બાપી દાસ (58) જણાવ્યું છે. તેણે જણાવ્યું કે તેની પાસે કોઈ કામ નથી. આમ-તેમ ફરતો રહે છે, તે હમણાંથી એસએન બેનર્જી ફૂટપાથ રહેવા લાગ્યો હતો.


  • Follow us on: