- સંદીપ ઘોષ આરજી કર મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ છે
- ભૂતપૂર્વ ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ અખ્તર અલીએ ખુલાસા કર્યા
- CBIએ ભ્રષ્ટાચારના કેસમાં ઘોષ વિરૂદ્ધ કાર્યવાહી કરી છે
કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષના ઘરે સીબીઆઈના દરોડા પાડવામાં આવ્યા હતા. ઘોષ વિરુદ્ધ ગઈકાલે જ નાણાકીય ગેરરીતિ માટે કેસ નોંધવામાં આવ્યો છે.
કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષના ઘરે સીબીઆઈના દરોડા પાડવામાં આવ્યા હતા. ઘોષ વિરુદ્ધ ગઈકાલે જ નાણાકીય ગેરરીતિ માટે કેસ નોંધવામાં આવ્યો છે. CBIની ટીમ ઘોષના ઘરે પહોંચી છે. સંદીપ ઘોષ પર હોસ્પિટલમાં નાણાકીય ઉચાપત કરવાનો આરોપ છે. CBIએ ભ્રષ્ટાચારના કેસમાં ઘોષ વિરૂદ્ધ કાર્યવાહી કરી છે.
વાસ્તવમાં, આરજી કર હોસ્પિટલના ભૂતપૂર્વ ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ અખ્તર અલીએ સંદીપ ઘોષની નાણાકીય ઉચાપતને લઈને ઘણા ખુલાસા કર્યા હતા. આ ઉપરાંત હોસ્પિટલના નિદર્શન, ફોરેન્સિક મેડિસિન એન્ડ ટોક્સિકોલોજી ડો. દેવાશીષ સોમના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને ફરિયાદ નોંધવામાં આવી હતી. સીબીઆઈની ભ્રષ્ટાચાર વિરોધી શાખા સોમના ઘરે પહોંચી છે.
પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ પર અનેક આરોપો
આરજી કર હોસ્પિટલના ભૂતપૂર્વ ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ અખ્તર અલીએ ઘોષ વિશે કરેલો દાવો ચોંકાવનારો છે. અખ્તરનો દાવો છે કે ઘોષ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ પરિસરમાં રેકેટ ચલાવતો હતો અને તે રેકેટમાં ઘણા વિદ્યાર્થીઓ પણ સામેલ હતા. પૈસા લઈને બાળકોને પાસ કરાવતો હતો. મૃતદેહોનું વેચાણ કરતો હતો. બાયોમેડિકલ વેસ્ટને પણ બારોબાર વેચતો હતો. આ સિવાય મશીનોની ખરીદી અને વેચાણ, UG-PG કાઉન્સેલિંગમાં હેરાફેરી, નિમણૂકમાં ભ્રષ્ટાચાર જેવા અનેક આરોપો ઘોષ પર લગાવવામાં આવ્યા છે.