- હોસ્પિટલમાં 14 ઓગસ્ટની રાત્રે તોડફોડને લઇને હાઇકોર્ટે કડક ટિપ્પણી કરી છે
- કલકત્તા હાઈકોર્ટે કહ્યું કે હોસ્પિટલ બંધ કરીને દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવે તો સારું
- આ એક દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિ છે
કલકત્તા હાઇકોર્ટની આરજી કર હોસ્પિટલમાં 14 ઓગસ્ટની રાત્રે તોડફોડને લઇને હાઇકોર્ટે કડક ટિપ્પણી કરી છે. હાઇકોર્ટે કહ્યુ કે આ ઘટના રાજ્ય મશીનરીની સંપૂર્ણ નાકામી ગણાવી શકાય. આનાથી મોટી નિષ્ફળતા બીજી શું હોય શકે આ વાત સાબીત કરે છે. કલકત્તા હાઈકોર્ટે કહ્યું કે હોસ્પિટલ બંધ કરીને દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવે તો સારું રહેશે. કોર્ટમાં હાજર પશ્ચિમ બંગાળ સરકારના વકીલે કહ્યું કે પોલીસ ફોર્સ ત્યાં હાજર છે. તેના પર ચીફ જસ્ટિસની આગેવાની હેઠળની બેંચે કહ્યું કે તે પોતાના લોકોની સુરક્ષા પણ કરી શકતો નથી. આ એક દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિ છે. ડૉક્ટરો કેવી રીતે નિર્ભયતાથી કામ કરશે?
રાજ્ય સરકારને પૂછ્યું કે આ ઘટના પછી તમે શું પગલાં લઈ રહ્યા છો?
મુખ્ય ન્યાયાધીશે રાજ્ય સરકારને પૂછ્યું કે આ ઘટના પછી તમે શું પગલાં લઈ રહ્યા છો? અગમચેતી તરીકે કયા પગલાં લેવાયા? તેના પર સરકાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ એડવોકેટ વિકાસ રંજન ભટ્ટાચાર્યએ કહ્યું કે સીબીઆઈ તપાસ માટે બપોરે 3 વાગ્યે સૂચના આપવામાં આવી હતી.
કોર્ટે કહ્યુ કે સામાન્ય રીતે લોકો હોસ્પિટલમાં આ રીતે ઘુસી આવે તો કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે ત્યાં પોલીસ હાજર રહે
રાજ્ય સરકારના વકીલે આ મામલે કહ્યું કે જ્યાં સુધી તોડફોડને પહોંચી વળવા માટે લેવામાં આવેલા પગલાંનો સંબંધ છે, ત્યાં અચાનક 7000 લોકોની ભીડ એકઠી થઈ ગઈ, ભીડને ટાળવા ટીયર ગેસ છોડવામાં આવ્યો, પોલીસ ઘાયલ થઈ ગઈ. અરાજકતાની આવી કટોકટીની પરિસ્થિતિમાં તોડફોડની ઘટના બની હતી.
7000 લોકો આ રીતે પ્રવેશ કરે એ વાત ગળે ઉતરતી નથી.
કોર્ટે કહ્યુ કે સામાન્ય રીતે લોકો હોસ્પિટલમાં આ રીતે ઘુસી આવે તો કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે ત્યાં પોલીસ હાજર રહે છે. જો 7000 લોકો આ રીતે પ્રવેશ કરે એ વાત ગળે ઉતરતી નથી. આ વાત માનવી મુશ્કેલ છે કે આને રાજ્યની નિષ્ફળતા માનવામાં આવતી નથી. 7000 લોકો ઘસી આવે તો પગપાળા નહી આવે આ રાજ્ય સરકારની સંપૂર્ણ નિષ્ફળતા કહી શકાય.
હોસ્પિટલમાં તોડફોડ અને પુરાવાનો નાશ કરવાના પ્રયાસો અંગે તપાસ અને કાર્યવાહી કરવી
14 ઓગસ્ટની રાત્રે આરજી કાર હોસ્પિટલમાં તોડફોડના કેસની વિચારણા કરતી વખતે, હાઇકોર્ટે રાજ્ય સરકારને કહ્યું કે અમે હોસ્પિટલમાં તોડફોડ પછી મળેલા ઈમેલને કારણે જ કેસને સુનાવણી માટે સૂચિબદ્ધ કર્યો છે. વાસ્તવમાં, હાઈકોર્ટે આ ટિપ્પણી આરજી કાર હોસ્પિટલમાં તોડફોડ અને પુરાવાનો નાશ કરવાના પ્રયાસો અંગે તપાસ અને કાર્યવાહી સંબંધિત અરજીની સુનાવણી દરમિયાન કરી હતી.