• કોલકાતામાં ટ્રેની મહિલા ડોક્ટરની હત્યા-બળાત્કારનો મામલો
  • સીબીઆઇ,કોલકાતા પોલીસે scમાં સ્ટેટસ રિપોર્ટ કર્યો દાખલ
  • સીજેઆઇની અધ્યક્ષતા ધરાવતી 3 સભ્યોની બેંચ દ્વારા સુનાવણી

કોલકાતાની આર.જી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના તાલીમાર્થી ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાના મામલાને લઈને લોકોમાં ગુસ્સો છે. આ કેસમાં આરોપીઓથી લઈને હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ સુધી દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. સીબીઆઈ આ કેસની તપાસ કરી રહી છે. આ મામલે કોર્ટે જાતે જ સંજ્ઞાન લીધુ છે. આ મામલે સુપ્રિમ કોર્ટમાં સીબીઆઇ અને કોલકાતા પોલીસે સ્ટેટસ રિપોર્ટ દાખલ કર્યો હતો.

ડોક્ટર્સ 36 કલાક કામ કરે તે યોગ્ય નહી- SC

કોલકાતા કેસની સુનાવણી દરમિયાન વરિષ્ઠ વકીલ તુષાર મહેતાએ કહ્યું કે ડોક્ટર 36-36 કલાક કામ કરી રહ્યા છે. કોર્ટ તરફથી સુરક્ષાની ખાતરી મળશે તો ડોક્ટરો સંતુષ્ટ થશે. તેમને તેમના વિચારો વ્યક્ત કરવાની તક આપવી જોઈએ. તેના પર CJI ચંદ્રચુડે કહ્યું કે 36 થી 48 કલાક સુધી ડોક્ટરોની ડ્યુટી યોગ્ય નથી. આપણે જાણીએ છીએ કે ડોકટરો દરરોજ 36 કલાક કામ કરે છે. મારા પરિવારનો એક સભ્ય બીમાર હતો ત્યારે હું પોતે સરકારી હોસ્પિટલમાં જમીન પર સૂઈ ગયો હતો. અમને ઘણા ઈમેલ મળ્યા છે જેમાં કહેવામાં આવ્યું છે કે ડોક્ટરો પર ઘણું દબાણ છે. CJIએ કહ્યું કે જો અમે તમામ હિતધારકો પાસેથી પ્રતિનિધિત્વ મેળવવાનું શરૂ કરીશું તો મામલાને યોગ્ય રીતે હેન્ડલ કરવું શક્ય નહીં બને. પહેલા કમિટીને નક્કી કરવા દો. કમિટી એ સુનિશ્ચિત કરશે કે ડોકટરો અને ઈન્ટર્નની ચિંતાઓને દૂર કરવામાં આવે.

ડોક્ટરે કામ પર પાછ ફરવુ પડશે- SC

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેંચ આ કેસની સુનાવણી કરી રહી છે. ખંડપીઠે કહ્યું કે ડોકટરોએ કામ પર પાછા ફરવું પડશે. ડોકટરો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. અમે સમજીએ છીએ કે તેઓ નારાજ છે પરંતુ તમારે કામ પર પાછા ફરવું પડશે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે કહ્યું કે ડોક્ટરોએ કામ પર પાછા ફરવું પડશે. લોકો તમારી રાહ જોઈ રહ્યા છે. તબીબોની હડતાળને કારણે હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને અસર થશે.


હડતાળ મુદ્દે શું કરી SCએ ટિપ્પણી 

ડોક્ટર્સની હડતાળ મુદ્દે સુપ્રિમ કોર્ટે ટિપ્પણી કરી છે કે ડોક્ટર્સ કામ પર પરત ફરે. જો ડોક્ટર કામ પર ન ગયા તો કાયદો તેનું કામ કરશે. વધુમાં જણાવ્યું કે અમે એક્સપર્ટ કમિટી બનાવી છે.. તો તુષાર મહેતાએ કહ્યું કે ડોક્ટર્સની પણ વાત સાંભળવામાં આવે.  CJIએ વધુમાં જણાવ્યું કે હું પણ સરકારી હોસ્પિટલની જમીન પર સૂઇ ચૂક્યો છું. હું જાણુ છું કે ડોક્ટર્સ 36 કલાક કામ કરી રહ્યા છે. 

કેન્દ્ર સરકાર તરફથી SCમાં 5 વકીલોની ટીમ

કોલકાતા કેસમાં કેન્દ્ર સરકાર વતી પાંચ વકીલો કોર્ટમાં છે. જેમાં સોલિસિટર જનરલ તુષાર મહેતા, એડવોકેટ માધવ સિંઘલ, એડવોકેટ અર્કજ કુમાર, એડવોકેટ સ્વાતિ ઘિલડિયાલ અને એમકે મારોરિયાનો સમાવેશ થાય છે.

બંગાળ સરકારની વકીલાત કરવા 21 વકીલોની ટીમ

કોલકાતા હોસ્પિટલમાં 14 ઓગસ્ટની રાત્રે થયેલી તોડફોડના કેસમાં બંગાળ સરકારનું પ્રતિનિધિત્વ કરવા માટે 21 વકીલોની એક ટીમ છે. આ ટીમમાં સિનિયર એડવોકેટ કપિલ સિબ્બલ, મેનકા ગુરુસ્વામી, સંજય બસુ, આસ્થા શર્મા, શ્રીસત્ય મોહંતી, નિપુન સક્સેના, અંજુ થોમસ, અપરાજિતા જામવાલ, સંજીવ કૌશિક, મંતિકા હરિયાણી, શ્રેયસ અવસ્થી, ઉત્કર્ષ પ્રતાપ, પ્રતિભા કોન્યા, લીન યાદા, લિ. રિપુલ સ્વાતિ કુમારી, લવકેશ ભંભાણી, અરુનિસા દાસ, દેવદિપ્તા દાસ, અર્ચિત અડલાખા, આદિત્ય રાજ ​​પાંડે અને મેહરીન ગર્ગનો સમાવેશ થાય છે. 


  • Follow us on: