કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ધાક ધમકી આપવી તથા અને મની લોન્ડરિંગની તપાસ કરી રહેલી સમિતિએ મોટી કાર્યવાહી કરી છે. સમિતિએ 10 ડોકટરો સહિત 59 સ્ટાફને સંપૂર્ણ અથવા અસ્થાયી ધોરણે સસ્પેન્ડ કર્યા છે. જેમાં ડોકટર, ઈન્ટર્ન, વિદ્યાર્થીઓ અને હાઉસ સ્ટાફનો સમાવેશ થાય છે. આ ડોક્ટરો પર ઘણા આરોપો લગાવવામાં આવ્યા છે, જેમાં રેગિંગનો પણ સમાવેશ થાય છે.

10 ડોક્ટર સહિત 52 સસ્પેન્ડ
મહત્વનું છે કે સસ્પેન્શનના આદેશ પહેલાં તપાસ સમિતિએ એક બેઠક યોજી હતી જેમાં અધિકારીઓ, ડોકટરો અને ઇન્ટર્નના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. મીટિંગ દરમિયાન તબીબી વિદ્યાર્થીઓ દ્વારા હોસ્પિટલમાં 'થ્રેટ કલ્ચર'ના આરોપી 59 લોકો સામે તાત્કાલિક પગલાં લેવાની માગ કરી રહ્યા હતા. દસ ડોક્ટરોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને અન્યો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી છે.

આ ડોક્ટર્સ કરાયા સસ્પેન્ડ
હાંકી કાઢવામાં આવેલા ડૉક્ટરોમાં સૌરભ પાલ, આશિષ પાંડે (જેની સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી), અભિષેક સેન, આયુશ્રી થાપા, નિરંજન બાગચી, શરીફ હસન, નીલાગ્નિ દેબનાથ, અમરેન્દ્ર સિંહ, સતપાલ સિંહ અને તનવીર અહેમદ કાઝીનો સમાવેશ થાય છે. તેમને આગામી 72 કલાકમાં હોસ્ટેલ ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ આરોપીઓના નામ સ્ટેટ મેડિકલ કાઉન્સિલને પણ મોકલવામાં આવશે, જેથી તપાસ અને તેમનું રજિસ્ટ્રેશન રદ કરવાની પ્રક્રિયા શરૂ કરી શકાય.

થ્રેટ કલ્ચરને બંધ કરવાનો પ્રયાસ
આરજી કર હોસ્પિટલ પ્રશાસને તમામ આરોપીઓની યાદી જાહેર કરી છે. આ લોકો સામે જુનિયર ડોક્ટરને ધમકાવવા અને ભયનું વાતાવરણ ઊભું કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
હોસ્પિટલમાં ટ્રેઇની ડોક્ટરની બળાત્કાર-હત્યાની ઘટના બાદ આ કેસની તપાસ શરૂ કરવામાં આવી હતી, જેથી કેમ્પસમાં થ્રેટ કલ્ચરને અંકુશમાં લાવી શકાય.

  • Follow us on: