• ટ્રેઇની ડોક્ટરની ખુબજ ક્રુરતાપૂર્વક હત્યા કરવાના મામલે સમગ્ર દેશમાં ઉગ્ર વિરોધ
  • આ મામલે હવે CBIની તપાસનો ધમધમાટ વધ્યો છે
  • પ્રદર્શન કરી રહેલા ડોક્ટરોમાં ભયંકર ગુસ્સો જોવા મળે છે

કોલકત્તામાં ટ્રેઇની ડોક્ટરની ખુબજ ક્રુરતાપૂર્વક હત્યા કરવાના મામલે સમગ્ર દેશમાં ઉગ્ર વિરોધ થઇ રહ્યો છે. લોકોમાં આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. ન્યાય માંગવાની માગ કરી રહ્યા છે. રેસિડેન્ટ ડોક્ટરો રસ્તાઓ પર ઉત્તરી પડ્યા છે અને આ મામલે વિરોધ નોંધાવી રહ્યા છે. ડોક્ટરોના પ્રદર્શન વચ્ચે આ મામલે હવે CBIની તપાસનો ધમધમાટ વધ્યો છે. પ્રદર્શન કરી રહેલા ડોક્ટરોમાં ભયંકર ગુસ્સો જોવા મળે છે જે સ્વાભાવિક છે. હવે આ મામલે ડોક્ટરો અનેક સવાલ ઉઠાવી રહ્યા છે.

આટલી બેદરકારી પણ સારી ન કહેવાય

કોલકત્તામાં આવેલી આરજી કર મેડિકલ કોલેજમાં ડોક્ટરની હત્યા બાદ વિરોધ કરતાં ડોક્ટરોનું કહેવુ છે કે સેમિનાર હોલમાં જે જઘન્ય અપરાધને અંજામ આપવામાં આવ્યો તેને સીલ કરી દેવો જોઇતો હતો જેને હજુ સુધી સીલ કરવામાં આવ્યો ન હતો. શા માટે સેમિનાર હોલને સીલ ન કરાયો કોઇ પાસે જવાબ છે ખરો ? આટલી બેદરકારી પણ સારી ન કહેવાય.

સોમિનાર હોલને ખુલ્લો છોડી દીધો તેની પાછળ જે તર્ક આપવામાં આવ્યા છે તે પચે નહી તેવા 

પ્રદર્શકારી ડોક્ટરોના ધ્યાન પર એક બીજો મુદ્દો આવ્યો હતો તેમનુ કહેવુ છે કે સોમિનાર હોલને ખુલ્લો છોડી દીધો તેની પાછળ જે તર્ક આપવામાં આવ્યા છે તે પચે નહી તેવા છે. એવુ તર્ક કહેવામાં આવ્યો હતો કેત્યાં રીપેરિંગનું કામ ચાલતુ હતુ. સેમિનાર હોલની બાજુમાં રહેલ રૂમમાં રિપેરીંગ થતુ હતુ. સેમિનાર હોલમાં કોઇ પણ CCTV કેમેરા લાગેલ ન હતા. આટલી મોટી લાપરવાહી કેવી રીતે શાખી લેવાય. પ્રદર્શનકારીઓએ સેમિનાર હોલની સામે નિર્માણ કાર્ય પર સવાલ ઉઠાવ્યા તેમનુ માનવુ છે કે આ બધા પાછળ સબુતોની સાથે છેડછાડ કરવાનો આશય હોય શકે છે.

આટલી મોટી દુર્ઘટના પછી આટલી બેદરકારી કેમ રાખવામાં આવી? કોના ઇશારે આટલુ મોટુ કૌભાંડ પાર પાડવામાં આવ્યુ.

દુષ્કર્મબાદ કરી હતી હત્યા

9 ઓગસ્ટે કોલકત્તાની આરજી કર હોસ્પિટલના સેમિનાર હોલમાં એક ટ્રેઇની ડોક્ટરનો અર્ઘનગ્ન હાલતમાં મૃતદેહ મળ્યો હતો. સરકારી આરજી કર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ફરજ પર રહેલ 31 વર્ષની પોસ્ટ ગ્રેજ્યુએટ ટ્રેઇની ડોક્ટર સાથે 8 ઓગસ્ટે દુષ્કર્મ અને ત્યાર બાદ તેની કરપીણ હત્યા કરવામાં આવી હતી. આ મામલે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયો છે. જેને પીડિતાના પરિવારને સોંપી દેવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે પીડિતાનું ગળુ દબાવીને હત્યા થઇ હતી. હત્યા પહેલા દુષ્કર્મ કરવામાં આવ્યુ હતુ, આરોપીએ બે વખત ગળુ દબાવીને હત્યા કરી હતી. લખનઉના કેજીએમયુના પ્રદર્શનકારી ડોક્ટર્સનું કહેવુ છે કે બંગાળ હાઇકોર્ટે તપાસ CBIને સોંપી દીધી છે. આ અપરાધના સબૂત નષ્ટ કરી દેવામાં આવ્યા હતા. આવામાં નિષ્પક્ષ તપાસ કેવી રીતે થાય? 

  • Follow us on: