કોલકાતાની સરકારી હોસ્પિટલમાં એક મહિલાની છેડતી થઇ હોવાની ઘટના નોંધાઇ છે. હોસ્પિટલના વોર્ડ બોયે 26 વર્ષની મહિલાની છેડતી કરી હોવાના આરોપ લાગ્યા છે.
બાળકને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરી ચૂકેલી મહિલા બાળક નજીક સૂઇ રહી હતી ત્યારે આ ઘટના નોંધાઇ હતી. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે ,' કોલકતાની ઇન્સ્ટીટયૂટ ઓફ ચાઇલ્ડ હેલ્થમાં બાળકોના વોર્ડમાં તે સુઇ રહી હતી. મારો પુત્ર અહીં દાખલ હતો.' આરોપીની ઓળખ 26 વર્ષના વોર્ડ બોય તનય પાલ તરીકે થઇ છે. તનય પાલે બાળકોના વોર્ડમાં આવીને મહિલાને ખોટી રીતે સ્પર્શવાનું શરૂ કર્યું હતું. મહિલાને નિઃવસ્ત્ર કરવા પ્રયાસ પણ કર્યો.આરોપીએ આ ઘટના તેના મોબાઇલમાં રેકર્ડ કરી લીધી. ઘટનાની ફરિયાદ મળતાં કોલકાતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. બીએનએસની સંબંધિત કલમો હેઠળ એફઆઇઆર દાખલ થઇ છે.










