• સુપ્રીમ કોર્ટે લખીમપુર ખીરી કેસમાં આરોપી આશિષ મિશ્રાને જામીન આપ્યા
  • આશિષ મિશ્રા કેન્દ્રીય મંત્રી અજય કુમાર મિશ્રાના પુત્ર 
  • સુપ્રીમ કોર્ટે ગત સુનાવણી પર જામીન પરનો નિર્ણય અનામત રાખ્યો હતો

સુપ્રીમ કોર્ટે લખીમપુર ખીરી કેસમાં આરોપી આશિષ મિશ્રાને જામીન આપી દીધા છે. આશિષ મિશ્રા કેન્દ્રીય મંત્રી અજય કુમાર મિશ્રાના પુત્ર છે. આશિષ મિશ્રા પર લખીમપુરમાં ખેડૂતો પર ગાડી ચડાવી કચડવાનો આરોપ.

સુપ્રીમ કોર્ટે ગત સુનાવણી પર જામીન પરનો નિર્ણય અનામત રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જ્યાં સુધી સુનાવણી પૂરી ન થાય ત્યાં સુધી કોઈને જેલમાં રાખવા યોગ્ય નથી. આશિષ 1 વર્ષથી વધુ સમયથી જેલમાં હતા.

સુપ્રીમ કોર્ટ મોનિટર કરશે

આ કેસમાં સુપ્રીમ કોર્ટે લખીમપુર કેસની સુઓમોટો સંજ્ઞાન લેતા અન્ય તમામ આરોપીઓને પણ જામીન આપવાનો આદેશ આપ્યો છે. એટલું જ નહીં સુપ્રીમ કોર્ટ પોતે આ મામલાની દેખરેખ રાખશે. ટ્રાયલ કોર્ટે દરેક સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટને માહિતી મોકલવાની રહેશે. આ મામલામાં SCમાં આગામી સુનાવણી 14 માર્ચે થશે. સુપ્રીમ કોર્ટે આદેશમાં કહ્યું કે આશિષ મિશ્રા વચગાળાના જામીન દરમિયાન યુપી અને દિલ્હીમાં રહી શકશે નહીં.

જામીન મળ્યાના એક સપ્તાહની અંદર તેણે યુપી છોડવું પડશે. કોર્ટે એવી શરત મૂકી કે આશિષે તેનું સરનામું પોલીસને જણાવવું પડશે અને તે દરરોજ પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ કરશે. કોર્ટે કહ્યું કે તે સાક્ષીઓને કોઈપણ રીતે પ્રભાવિત કરી શકે નહીં. તે તેના કોઈપણ સાક્ષીને મળશે નહીં. આ સાથે લખીમપુર ખીરી ઘટનામાં 4 આરોપીઓને માર મારનાર 4 ખેડૂતોને કોર્ટે વચગાળાના જામીન આપ્યા છે.


  • Follow us on: