- PM મોદીએ લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી
- ટોપ સર્ચમાં લક્ષદ્વીપની વધી બોલબાલા
- લક્ષદ્વીપ માટે ઓનલાઇન સર્ચમાં 3400 ટકાનો વધારો
પીએમ મોદીની લક્ષદ્વીપ મુલાકાત બાદ બોખલાયેલા માલદીવની શાન ઠેકાણે આવી ગઇ છે. જે પણ મંત્રીએ બેફામ નિવેદનો આપ્યા હતા તેઓને સસ્પેન્ડ કરાયા છે. આ ઉપરાંત માલદિવ્સના હાઇ કમિશનને વિદેશ મંત્રાલયે બોલાવ્યા છે. બંને વચ્ચે બેઠક પણ મળી હતી. તો બીજી તરફ બોલિવુડ અને ક્રિકેટના દિગ્ગજો લક્ષદ્વીપને ટુરિઝમ ક્ષેત્રે વેગ આપવા માટે પીએમ મોદીએ કરેલી અપીલની સરાહના કરી રહ્યા છે. ત્યારે પહેલા જ્યારે માલદીવની બોલબાલા રહેતી હતી ત્યારે હવે લક્ષદ્વીપની બોલબાલા વધી રહી છે તે કહેવું ખોટુ નહી.
લક્ષદ્વીપની વધી બોલબાલા
આ અંગે MakeMyTrip એ કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપની તાજેતરની મુલાકાતે સુંદર ટાપુઓમાં પ્રવાસનને વેગ આપ્યો છે. ઓનલાઈન ટ્રાવેલ કંપનીએ અહેવાલ આપ્યો છે કે કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપ માટે ઓનલાઇન સર્ચમાં 3,400 ટકાનો મોટો વધારો થયો છે.
https://www.instagram.com/p/C11NYMNS_j0
શું કહે છે EaseMyTripના સહસ્થાપક ?
EaseMyTrip ના સહ-સ્થાપક પ્રશાંત પિટ્ટીએ આ બાબતે જણાવ્યું હતું કે અમારી કંપની સંપૂર્ણપણે સ્વદેશી છે. PM મોદીની લક્ષદ્વીપની મુલાકાત પર માલદીવના સાંસદની પોસ્ટ પરના વિવાદ વચ્ચે, અમે નિર્ણય લીધો છે કે અમે માલદીવ્સ માટે કોઈ બુકિંગ સ્વીકારીશું નહીં. વર્ષે 3 લાખ લોકો માલદીવ્સ જતા હતા. જો કે હવે અમે અમારી એપ પર માલદીવ્સ માટેનું પ્રમોશન નહી કરીએ. અમે અન્ય એરલાઇન્સને પણ અનુરોધ કરીએ છીએ કે તેઓ ડાયરેક્ટ દિલ્હી, બેંગલુરુ અને મુંબઇથી લક્ષદીપની ફ્લાઇટ કરે. અમે આ વખતે લક્ષદ્વીપના પ્રચાર માટે નવા 5 પેકેજ લાવ્યા છીએ. અમે ઇચ્છીએ છીએ કે અયોધ્યા અને લક્ષદ્વીપ ઇન્ટરનેશનલ ટુરિસ્ટ પ્લેસ બને.









