• લોકસભાની ચૂંટણીને લઇને પક્ષપલટાનો દોર તેજ
  • લાલસિંહ ચૌધરીની કોંગ્રેસમાં વાપસી
  • વિદ્યાર્થી નેતા તરીકે કરી હતી શરૂઆત

લોકસભાની ચૂંટણીને લઇને પક્ષપલટાનો દોર તેજ બન્યો છે. એક બાદ એક રાજકીય પક્ષોમાંથી પક્ષપલટાના સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે જમ્મુ કાશ્મીરના પૂર્વ મંત્રી અને કોંગ્રેસના બે વખત સાંસદ રહી ચૂકેલા ચૌધરી લાલસિંહે કોંગ્રેસમાં વાપસી કરી છે.

વિદ્યાર્થી નેતા તરીકે કરી શરૂઆત

[[$googlead]]

નવી દિલ્હીમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓની હાજરીમાં ચૌધરી લાલસિંહ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે ચૌધરી લાલ સિંહે વિદ્યાર્થી નેતા તરીકે રાજકારણની શરૂઆત કરી હતી. 1986માં તેઓ પહેલીવાર કોંગ્રેસની ટિકિટ પર કઠુઆની બસોહલી સીટથી ધારાસભ્ય બન્યા હતા. 2002માં પણ તેઓ અહીંથી જીત્યા અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી અને કોંગ્રેસની ગઠબંધન સરકારમાં સ્વાસ્થ્ય મંત્રી બન્યા. જ્યારે તેઓ સ્વાસ્થ્ય મંત્રી બન્યા ત્યારે ચર્ચામાં આવ્યા હતા.

[[$alsoread]]

પીડીપી -ભાજપે મળીને બનાવી હતી સરકાર

લાલ સિંહ 2004 અને 2009માં કઠુઆ-ઉધમપુર સીટથી જીતીને લોકસભામાં પહોંચ્યા હતા. વર્ષ 2014માં કોંગ્રેસમાંથી ટિકિટ ન મળવાને કારણે તેમણે કોંગ્રેસ સાથે નાતો તોડી નાખ્યો હતો. ત્યારબાદ કઠુઆમાં એક કાર્યક્રમમાં તત્કાલિન ભાજપ અધ્યક્ષ અમિત શાહની હાજરીમાં તેઓ ઔપચારિક રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. ત્યારબાદ 2014માં તેઓ ફરી ભાજપની ટિકિટ પર બસોહલીથી જીત્યા. ત્યારપછી ભાજપ અને પીડીપીએ મળીને જમ્મુ-કાશ્મીર રાજ્યમાં સરકાર બનાવી. તેઓ ફરી એકવાર મંત્રી બન્યા. આ વખતે તેમને વન મંત્રી બનાવવામાં આવ્યા છે.

કઠુઆ હત્યાકાંડ વચ્ચે આવ્યા હતા ચર્ચામાં

2018માં ચૌધરી લાલ સિંહ પર જ્યારે કઠુઆમાં નવ વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યાના કેસમાં એક રેલીમાં હાજરી આપી ત્યારે આરોપીઓને બચાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. વિવાદના પરિણામે લાલ સિંહે મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું. જે બાદ ભાજપ અને ચૌધરી લાલ સિંહ વચ્ચે અંતર વધી ગયું. પીડિતને ન્યાય અપાવવા માટે, તેઓ સીબીઆઈ તપાસની તેમની માંગ પર અડગ રહ્યા અને આ માંગ માટે મોટી રેલીઓ કાઢી. બાદમાં, તેમણે પોતાની પાર્ટી બનાવી, જેનું નામ ડોગરા સ્વાભિમાન સંગઠન પાર્ટી રાખવામાં આવ્યું. અત્યારે તેઓ ભાજપ વિરુદ્ધ આક્રમક દેખાઈ રહ્યા છે. તેમણે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને સમર્થન આપ્યું હતું, પરંતુ એક વિવાદને કારણે તેઓ યાત્રામાંથી ગેરહાજર રહ્યા હતા.


  • Follow us on: