- ગૃહમંત્રીએ બિહારના ઝંઝારપુરમાં જાહેરસભા સંબોધી
- જી20 સમિટમાં પીએમ મોદીએ મધુબની પેન્ટિંગનું સન્માન કર્યું
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાલંદા યુનિવર્સિટી સન્માનિત થાય તે સુનિશ્ચિત કર્યું
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે બિહારના ઝંઝારપુરમાં જાહેરસભાને સંબોધતા કહ્યું કે બિહારમાં લાલુપ્રસાદ યાદવના ફરી સક્રિય અને નીતીશકુમારના નિષ્ક્રિય થવા સાથે જંગલરાજની વાપસી થઇ છે ત્યારે 2024ની લોકસભા ચૂંટણીમાં એનડીએ બિહારની તમામ 40 બેઠકો પર જીત મેળવશે. રાજ્યમાં રેત માફિયા બેફામ બન્યા છે અને નદીઓ પૂરગ્રસ્ત છે એવા સમયે મહત્ત્વના મુદ્દા પર શાસક પક્ષોની રાજકીય ચુપકીદી ગંભીર બાબત છે.
તેમણે એમ પણ જણાવ્યું હતું કે તાજેતરમાં દિલ્હીમાં યોજાયેલી જી20 સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધુબની પેઇન્ટિંગ અને નાલંદા યુનિવર્સિટી સન્માનિત થાય તે સુનિશ્ચિત કર્યું હતું. બિહારના 76 લાખ ખેડૂતોના બેન્ક એકાઉન્ટમાં મોદી સરકાર વાર્ષિક 6,000 રૂપિયા જમા કરી રહી છે. એનડીએએ અગાઉ પણ બિહાર માટે કોશી મહાસેતુ પ્રોજેક્ટ, મખાનાને GI ટેગ, રેલવે સ્ટેશનોના રિડેવલપમેન્ટ, વંદે ભારત ટ્રેનો, એરપોર્ટનું રિડેવલપમેન્ટ અને એનટીપીસીના બક્સર પ્લાન્ટ સહિતના કામો કર્યા છે.










