• જેપી નડ્ડાએ રાજસ્થાનમાં પરિવર્તન સંકલ્પ યાત્રા શરુ કરી
  • આદિત્ય-L1 સફળતાપૂર્વક લોન્ચ પર અભિનંદન પાઠવ્યા
  • વિપક્ષી ગઠબંધન I.N.D.I.A અને કોંગ્રેસને આડેહાથ લીધા

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ શનિવારે (2 સપ્ટેમ્બર) રાજસ્થાનમાં 'પરિવર્તન સંકલ્પ યાત્રા' શરૂ કરી હતી. આ દરમિયાન, તેમણે આદિત્ય-L1 મિશનના સફળ લોન્ચિંગમાટે અભિનંદન પાઠવ્યા હતા. આ સાથે જ તેમણે વિપક્ષી ગઠબંધન I.N.D.I.A અને કોંગ્રેસ પર જોરદાર પ્રહારો કર્યા.

ISROના આદિત્ય-L1 મિશન પર, જેપી નડ્ડાએ કહ્યું, "આજનો દિવસ ખૂબ જ ખુશીનો છે. આદિત્ય-L1 સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું છે. આ સફર 1.5 મિલિયન કિલોમીટર સુધી સૂર્ય તરફ જશે. આ મિશન માટે વૈજ્ઞાનિકો, પીએમ મોદી અને તમામ દેશવાસીઓને અભિનંદન."

"ગઠબંધનને માત્ર પરિવારની ચિંતા છે"

વિપક્ષી ગઠબંધન I.N.D.I.A પર શાબ્દિક પ્રહાર કરતા જેપી નડ્ડાએ કહ્યું કે, "વિપક્ષી ગઠબંધન માત્ર પરિવારને આગળ લઈ જવાની ચિંતા કરે છે. લાલુ તેજસ્વીને લઈને ચિંતિત છે, સોનિયાને રાહુલની ચિંતા છે, અખિલેશને ડિમ્પલની ચિંતા છે, ઉદ્ધવને આદિત્યની ચિંતા છે." મમતા દીદીને ભત્રીજાની ચિંતા છે."

રાજસ્થાન સરકાર પર હુમલો

રાજસ્થાનની કોંગ્રેસ સરકાર પર નિશાન સાધતા ભાજપ અધ્યક્ષે કહ્યું કે, "જ્યારે કોઈ પણ રાજ્યમાં કોઈપણ પાર્ટી દ્વારા તે રાજ્યનું શોષણ કરવામાં આવે, કોઈ રાજ્યમાં ભ્રષ્ટાચાર થવા લાગે છે, ત્યારે જનતા આવી સરકારને સહન કરતી નથી. રાજસ્થાનની સરકાર લોકોને ખુશ કરવામાં લાગેલી છે. તેઓએ આખા રાજસ્થાનમાં લૂંટ ચલાવી છે."

રાજસ્થાનમાં આજે દીકરીઓ સુરક્ષિત નથી

તેમણે વધુમાં કહ્યું કે, "સરકારે ભ્રષ્ટાચાર માટે ધારાસભ્યોને છૂટ આપી છે અને પાર્ટીના નેતાઓના ખિસ્સા ભરવા માટે પૈસા દિલ્હી મોકલવામાં આવે છે. કોંગ્રેસ એટલે લૂંટ, કોંગ્રેસ એટલે ભ્રષ્ટાચાર, આવી સરકારને શું રહેવા દેવી જોઈએ? કોંગ્રેસ એટલે લાલ ડાયરી. તે લાલ ડાયરીમાં શું છે? રાજસ્થાનમાં દીકરીઓ સાથે બળાત્કાર અને ગુનાઓ થઈ રહ્યા છે. બીજાની રક્ષા માટે જાણીતા રાજસ્થાનમાં આજે દિકોરીઓ સુરક્ષિત નથી."

  • Follow us on: