- તોફાનગ્રસ્ત બિષ્ણુપુર, ચૂરાચાંદપુર, તેંગનૌપાલ, તાંગપોકપી અને
- ઈમ્ફલ વેસ્ટ જિલ્લામાંથી આ શસ્ત્રો અને દારૂગોળો જપ્ત કરાયાં
- સીબીઆઈએ 3 DIG તેમજ એક પોલીસ સુપરિટેન્ડન્ટને તપાસ પર દેખરેખ માટે મોકલ્યા
હિંસાગ્રસ્ત મણિપુરમાંથી મોટા જથ્થામાં શસ્ત્રો અને દારૂગોળો મળી આવ્યા છે. સુરક્ષા દળોએ સર્ચ કામગીરી દરમિયાન જુદાજુદા જિલ્લાઓમાંથી 8 શસ્ત્રો તેમજ 112 રાઉન્ડ કારતૂસો મળી આવ્યા હતા. સુરક્ષા દળોએ 6 વિસ્ફોટકો પણ જપ્ત કર્યા હતા. સેનાનાં જવાનો દ્વારા રાજ્યનાં તોફાનગ્રસ્ત વિસ્તારો બિષ્ણુપુર, ચૂરાચાંદપુર, તેંગનૌપાલ, તાંગપોકપી અને ઈમ્ફલ વેસ્ટ જિલ્લામાંથી આ શસ્ત્રો અને દારૂગોળો જપ્ત કરવામાં આવ્યા હતા.
સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે રાજ્યનાં કેટલાક જિલ્લામાં હજી સ્થિતિ તંગદિલીભરી છે અને ફાયરિંગ તેમજ દેખાવકારો પર હુમલાનાં બનાવો બની રહ્યા છે. તેંગનૌપાલ જિલ્લામાં 6 બંકર્સનો નાશ કરાયો છે. દરમિયાન NAB દ્વારા આસામનાં 4 લોકોની ઈમ્ફાલ વેસ્ટનાં મંત્રીપુખરી ખાતેથી ધરપકડ કરાઈ છે. તેમની પાસેથી કોડેઈન ફોસ્ફેટ ધરાવતા સિરપની 1240 બોટલો જપ્ત કરાઈ છે.










