• ફાઇટર પ્લેન MIG-21એ ભરી છેલ્લી ઉડાન
  • રાજસ્થાનના બાડમેરમાં લડાકુ વિમાનની છેલ્લી ઉડાન
  • વાયુસેનામાંથી ફાઇટર પ્લેન લઇ રહ્યું છે વિદાય
ભારતીય વાયુસેનામાંથી ફાઇટર પ્લેન મિગ-21 વિદાય લેવા જઇ રહ્યું છે. રાજસ્થાનના બાડમેરમાં તેણે છેલ્લી ઉડાન ભરી હતી. મહત્વનું છે કે ભારતીય વાયુસેના તબક્કાવાર મિગ-21 સ્ક્વોડ્રનને વાયુસેનામાંથી નિવૃત્ત કરી રહી છે.

સ્વદેશી LCA માર્ક-1A એરક્રાફ્ટ લાવશે

ભારતીય વાયુસેનાના નંબર 4 સ્ક્વોડ્રનના મિગ-21 બાઇસને Su-30 MKI સાથે ઉડાન ભરી હતી. જેની માહિતી ભારતીય વાયુસેનાના અધિકારીઓએ આપી હતી. મહત્વનું છે કે ભારતીય વાયુસેના મિગ-21 સ્ક્વોડ્રનને તબક્કાવાર બહાર કરી રહી છે અને તેમને સ્વદેશી LCA માર્ક-1A ફાઈટર એરક્રાફ્ટથી બદલવાની તૈયારી કરી રહી છે.

કેમ MIG-21ને અપાઇ વિદાય ?

વાયુસેનાના મિગ-21 એરક્રાફ્ટના વારંવાર થતા અકસ્માતોને કારણે વાયુસેનાએ તેના સમગ્ર કાફલાના ઉડ્ડયન પર પ્રતિબંધ લગાવી દીધો હતો. ફ્લાઈટ્સ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય મે 2023માં લેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે વાયુસેનાનું મિગ-21 ઘણી વખત ક્રેશ થયું છે અને તેના કારણે ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે.


  • Follow us on:

[[$googlead]]