- સંરક્ષણ મંત્રાલયનો મોટો નિર્ણય
- ભારતીય સેનાની તાકાતમાં થશે મોટો વધારો
- ચીન અને પાકિસ્તાનની સરહદો પર તૈનાત કરવામાં આવશે આ હેલિકોપ્ટર
સંરક્ષણ મંત્રાલયે ભારતીય સેના માટે 90 અને ભારતીય વાયુસેના માટે 66 લાઈટ કોમ્બેટ હેલિકોપ્ટર પ્રચંડની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ સાથે માગ કરી છે. તેને લઈ રિક્વેસ્ટ ફોર પ્રપોઝલ પણ ઈસ્યુ કરવામાં આવ્યું છે.
માનવામાં આવી રહ્યું છે કે આ 156 પ્રચંડ હેલિકોપ્ટરને ચીન અને પાકિસ્તાનની સરહદો પર તૈનાત કરવામાં આવશે. બંને સેનાઓને મોટી તાકાત મળશે. આ બંને જ સેનાઓની પાસે હાલમાં 15 હેલિકોપ્ટર છે. 10 વાયુસેનાની પાસે અને 5 ભારતીય સેના પાસે છે. આ હેલિકોપ્ટરને ચીન અને પાકિસ્તાનની સરહદની આસપાસ તૈનાત કરવામાં આવ્યા છે. તે સિવાય જે નવા હેલિકોપ્ટર આવશે, તેને પણ ચીન અને પાકિસ્તાનની સ્ટ્રેટેજિક પોઈન્ટસ પર તૈનાત કરવામાં આવશે. વાયુસેનાએ આ હેલિકોપ્ટરની સાથે સેનાનો યુદ્ધાભ્યાસ પણ કર્યો હતો.
પાડોશી દેશની સરહદ પાસે સ્કવાડ્રોન તૈનાત
પાકિસ્તાનની સરહદની પાસે પ્રથમ સ્કવાડ્રોન તૈનાત છે. જેનાથી પાકિસ્તાન સરહદની આસપાસ નજર રાખવી વધુ સરળ થઈ ગઈ છે. સાથે જ આતંકી અને ઘુસણખોરી પર લગામ લગાવવામાં મદદ મળી રહી છે. પ્રચંડ હેલિકોપ્ટરથી કોમ્બેટ સર્ચ એન્ડ રેસ્ક્યુ, ડિસ્ટ્રેક્શન ઓફ એનમી એર ડિફેન્સ, કાઉન્ટર ઈનસર્જેન્સી ઓપરેશન, રિમોટલી પાયલેટેડ એરક્રાફ્ટને તોડી પાડવામાં સરળતા રહેશે અને હાઈ અલ્ટીટ્યૂડ બંકર બસ્ટિંગ ઓપરેશનમાં મદદ મળશે.
એક સાથે કેટલા કિલો વજન ઉપાડી શકશે આ હેલિકોપ્ટર?
આ હેલિકોપ્ટરોને 7 યૂનિટમાં 7 અલગ અલગ પહાડી વિસ્તારોમાં તૈનાત કરવામાં આવશે. LCHમાં બે લોકો બેસી શકે છે. આ હેલિકોપ્ટર 51.10 ફૂટ લાંબું, 15.5 ફૂટ ઉંચુ છે. તમામ સામાન સાથે તેનું વજન 5800 કિલો થાય છે. તેની પર 700 કિલોના હથિયાર લાગી શકે છે. તેની વધારેમાં વધારે સ્પીડ 268 કિલોમીટર પ્રતિકલાક છે અને રેન્જ 550 કિલોમીટર છે.
શું છે તેની વિશેષતાઓ?
સતત 3 કલાક 10 મિનિટની ઉડાન ભરવાની ક્ષમતા છે. તે જરૂરી માત્રામાં હથિયારો અને જરૂરી વસ્તુઓની સાથે 16,400 ફૂટની ઉંચાઈ પર પણ ટેકઓફ કરી શકે છે. LCHમાં 20 મિમીની એક તોપ છે. 4 હાર્ડપોઈન્ટસ હોય છે એટલે રોકેટ્સ, મિસાઈલ અને બોમ્બ લાગી શકે છે. આ હેલિકોપ્ટરનું કોકપીટ ગ્લાસનું છે. સાથે જ ફ્રેમ કમ્પોઝિટ છે. ભવિષ્યમાં તેના વર્ઝનને વધુ અપગ્રેડ કરવામાં આવશે.
કારગીલ યુદ્ધના સમયે પડી હતી તેની જરૂર
ધ્રુવ હેલિકોપ્ટરને વિકસિત કરીને જ LCH બનાવવામાં આવ્યું છે. આ હેલિકોપ્ટરની જરૂર ત્યારે પડી હતી, જ્યારે કારગીલ યુદ્ધ થઈ રહ્યું હતું. ત્યારથી તેને લઈને કામ ચાલી રહ્યું હતું. ટ્રાયલ્સ દરમિયાન તેને ભારતના દરેક પ્રકારના વિસ્તારોમાં ઉડાન ભરવાની ક્ષમતાને પ્રદર્શિત કરી હતી. પછી તે સિયાચીન હોય કે પછી 13 હજારથી લઈને 16 હજાર ફૂટ ઉંચા હિમાલયના પહાડ હોય અથવા રણ કે જંગલ હોય.
પ્રચંડની તૈનાતી બાદ જુના હેલિકોપ્ટર હટાવાશે
LCH હેલિકોપ્ટરોનું યૂનિટ જોધપુરમાં એટલે તૈયાર કરવામાં આવી રહ્યું છે, જેથી જુના Mi-35 અને Mi-25 હેલિકોપ્ટરને હટાવવામાં આવી શકે. આ બંને હેલિકોપ્ટર રશિયાએ બનાવ્યા હતા. તેનો ઉપયોગ વાયુસેના ઘણા સમયથી કરી રહી હતી. તેના એક સ્કવાડ્રનને ખત્મ કરી દેવામાં આવ્યો છે. તેની જગ્યાએ બોઈંગ કંપનીના AH-64E અપાચે હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યા છે.