લગ્ન સમારોહ ચાલી રહ્યો હોય. એક બાજુ ચોરીમાં ફેરા ફરાતા હોય. ભોજન સમારંભ ચાલી રહ્યો હોય. ગીત સંગીત અને આનંદનો માહોલ હોય. તેવામાં જ તો લગ્ન સમારોહ સ્થળ પર દીપડાની એન્ટ્રી થાય તો ? સ્થિતિ કેવી થાય તેની કલ્પના કરવી પણ મુશ્કેલ બને છે. ત્યારે લખનૌના પારામાં એક લગ્ન સમારોહ દરમિયાન દીપડાની એન્ટ્રી થતા લોકો દોડતા થઇ ગયા. નાસભાગ એટલી થઇ કે એક મેરેજ લોનનો એક કર્મચારી અને બે ફોટોગ્રાફર ઇજાગ્રસ્ત થઇ ગયા. જ્યારે એક વન વિભાગની ટીમના માણસને પંજો મારીને ઇજાગ્રસ્ત કરી દીધો.


[[$googlead]]

લગ્ન સમારોહમાં ઘૂસ્યો દીપડો

મહત્વનું છે કે અક્ષય શ્રીવાસ્તવના લગ્ન જ્યોતિ સાથે બુધવારે રાત્રે બુદ્ધેશ્વર સ્ક્વેર પાસે રિંગ રોડ પર સ્થિત એમએમ લોનમાં રાખવામાં આવ્યા હતા. ગેસ્ટ હાઉસના પહેલા માળે ફોટોશૂટ ચાલી રહ્યું હતું. તે જ સમયે બીજા માળે એક દીપડો જોવા મળ્યો. દીપડો હોવાની જાણ થતા જ ત્યાં હાજર રહેલો એક વ્યક્તિ તો પહેલા માળે કૂદી ગયો. આઘાતને કારણે તે ઘાયલ થયો અને બેભાન થઈ ગયો. આ પછી લગ્નના લૉનમાં નાસભાગ મચી ગઈ. દુલ્હા અને દુલ્હન, પરિવારના સભ્યો અને લગ્નના મહેમાનો બધા પોતાનો જીવ બચાવવા માટે ભાગી ગયા. આ દરમિયાન બે ફોટોગ્રાફરો પણ ઘાયલ થયા હતા.

[[$alsoread]]

દીપડાનું કરાયુ રેસક્યુ

દીપડાએ ઘટનાસ્થળે પહોંચેલી વન વિભાગ અને પોલીસ ટીમ પર પણ હુમલો કર્યો હતો. દીપડાએ વન અધિકારી મુકદ્દર અલીના હાથ પર પંજો વાગી ગયો, જેનાથી તે ઘાયલ થયો. ડીસીપી પશ્ચિમ વિશ્વજીત શ્રીવાસ્તવે જણાવ્યું કે દીપડો લગ્ન સમારોહની બાજુમાં આવેલા એક બંગલામાં આંટાફેરા કરતો દેખાયો. જે જોઇને પોલીસે માઇક્રોફોન દ્વારા જાહેરાત કરી અને નજીકના ઘરોમાં રહેતા લોકોને તેમના દરવાજા અને બારીઓ બંધ રાખવા કહ્યું. આ પછી, રાત્રે લગભગ ત્રણ વાગ્યે છત પર એક દીપડો જોવા મળ્યો. નિષ્ણાતે ટ્રાંક્વીલાઈઝર ગન તેના ગળા પર તાકી. બેભાન દીપડાને જાળમાં નાખીને રેસક્યુ કરવામાં આવ્યું હતું. 

  • Follow us on: