• મનીષ સિસોદિયાની જામીન અરજી પર સુનાવણી
  • દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં જામીન અરજી પર સુનાવણી
  • સિસોદિયાની કસ્ટડી 3 એપ્રિલ સુધી વધારાઈ છે

દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટ મંગળવારે દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની જામીન અરજી પર સુનાવણી કરાઈ હતી અને અનેક આક્ષેપો બાદ તેમને ફરી કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા. તમામ કાર્યવાહી બાદ સિસોદિયા પર ફરીથી 24 માર્ચે સુનાવણી કરવામાં આવશે તેવો નિર્ણય લેવાયો છે. સિસોદિયાના વકીલ અને સીબીઆઈના વકીલે અનેક પ્રકારની દલીલો કરી હતી અને હવે સુનાવણી આજ માટે ટાળી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આબકારી નીતિના નિર્માણ અને કાર્યાન્વયનમાં કથિત અનિયમિતતાને ધ્યાનમાં રાખીને ઈડીની ગિરફ્તારીમાં છે. સિસોદિયાને સોમવારે કોર્ટમાં હાજર કરાયા હતા અને 22 માર્ચ સુધી ઈડીની રિમાન્ડમાં છે. કોર્ટે સોમવારે દિલ્હી આબકારી નીતિમાં આમ આદમી પાર્ટીના નેતા સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 14 દિવસ માટે વધારી હતી.

સિસોદિયાની કસ્ટડી 3 એપ્રિલ સુધી વધારાઈ

[[$googlead]]

વિશેષ ન્યાયાધીશ એમકે નાગપાલે સોમવારે સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 3 એપ્રિલ 2023 સુધી વધારી છે. આ કેસમાં જામીન અરજી પર આજે 21 માર્ચે ચર્ચા થશે. સિસોદિયાએ એક ટ્રાયલ કોર્ટમાં પોતાની જામીન અરજીમાં કહ્યું કે તેમને ન્યાયિક કસ્ટડીમાં રાખવાનો કોઈ સાર્થક ઉદ્દેશ્ય પૂરો નહીં થાય કેમકે તમામ ચીજો પહેલા જણાવી દેવાઈ છે. સિસોદિયાએ એમ પણ કહ્યું કે કેન્દ્રીય તપાસ બ્યૂરો દ્વારા બોલાવાયા તે સમયે તે તપાસમાં સામેલ થયા છે. આ કેસમાં અન્ય આરોપીઓને પહેલા જ જામીન મળી ચૂક્યા છે.

[[$alsoread]]

ઉલ્લેખનીય છે કે સિસોદિયાએ હાલમાં રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સરકારની ઉત્પાદ શુલ્ક નીતિના નિર્માણ અને કાર્યાન્વયનમાં કથિત અનિયમિતતા સંબંધિત મની લોન્ડ્રિંગ કેસમાં પ્રવર્તન નિર્દેશાલય દ્વારા ધરપકડ કરાઈ હતી. રાઉઝ એવન્યૂ કોર્ટે પહેલા સિસોદિયાને સીબીઆઈ રિમાન્ડ પર મોકલવાનો આદેશ આપ્યો હતો કે રિમાન્ડ સમયે આરોપીને પૂછપરથ સીસીટીવી કવરેજ વાળા કોઈ સ્થાને ઉચ્ચતમ ન્યાયાલય દ્વારા નક્કી નિયમો અનુસાર કરાશે. આ સાથે સીબીઆઈ દ્વારા સંરક્ષિત તપાસ કરાશે.

 શું છે કેસ

દિલ્હી લિકર પોલીસી કેસમાં આરોપી દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે વધુ 5 દિવસ માટે ED કસ્ટડીમાં મોકલી દીધા છે. EDએ સિસોદિયાના 7 દિવસના વધુ રિમાન્ડની માંગણી કરી હતી. EDએ આરોપ લગાવ્યો હતો કે મોબાઈલના ડેટા સાથે છેડછાડ કરવામાં આવી રહી છે અને તેનો ડેટા કાઢવામાં આવી રહ્યો છે. EDની દલીલ સાંભળ્યા બાદ કોર્ટે સિસોદિયાને 22 માર્ચ સુધી કેન્દ્રીય એજન્સીની કસ્ટડીમાં મોકલવાનો નિર્ણય કર્યો છે. આમ આદમી પાર્ટીના નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને ED દ્વારા રાઉઝ એવન્યુ કોર્ટમાં જજ એમ.કે નાગપાલની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન ઝોહેબ હુસૈન ED વતી હાજર થયા હતા. તેમણે કોર્ટને કહ્યું કે સિસોદિયા વારંવાર પોતાના નિવેદનો બદલી રહ્યા છે. 

  • Follow us on: