- લોકસભામાં વિપક્ષનો હંગામો
- વધુ 50 સાંસદોને કરાયા સસ્પેન્ડ
- વિપક્ષના હોબાળાને કારણે લોકસભા 2 વાગ્યા સુધી સ્થગિત
સદનમાં શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. જો કે વિપક્ષે હોબાળો કરતા એકબાદ એક સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે. સદનની ગરિમા ન જાળવતા સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે તેવામાં આજે વધુ 50 સાંસદોને લોકસભામાંથી સસ્પેન્ડ કરાયા છે.
કોને કોને કરાયા સસ્પેન્ડ ?
મંગળવારે વધુ કેટલાક વિપક્ષી સાંસદોને સંસદમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. મંગળવારે સસ્પેન્ડ કરાયેલા સાંસદોમાં શશિ થરૂર, ડિમ્પલ યાદવ, મનીષ તિવારી, સુપ્રિયા સુલે અને દાનિશ અલી વગેરેના નામ સામેલ છે. કેન્દ્રીય કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલે વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરવા માટે લોકસભામાં પ્રસ્તાવ મૂક્યો હતો. આ પ્રસ્તાવમાં મોહમ્મદ ફૈઝલ, કાર્તિ ચિદમ્બરમ, સુદીપ બંધોપાધ્યાય વગેરેના નામ પણ સામેલ છે. વિપક્ષના હોબાળાને કારણે લોકસભાને બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.
કેમ કર્યા સસ્પેન્ડ ?
સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ સસ્પેન્ડ કરવા મુદ્દે લોકસભામાં કહ્યું હતું કે એવું નક્કી કરવામાં આવ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ ગૃહમાં પ્લેકાર્ડ નહીં લાવે, પરંતુ ચૂંટણી હારવાના કારણે તેઓ અધીરાઈથી આવું પગલું ભરી રહ્યા છે. આ કારણે જ અમારે (વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરવાનો) પ્રસ્તાવ લાવવો પડ્યો
રાજ્ય-લોકસભા બે વાગ્યા સુધી સ્થગિત
રાજ્યસભામાં વિપક્ષના હોબાળાને કારણે રાજ્યસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. વિપક્ષના સાંસદોએ ગૃહની બહાર પ્રદર્શન કર્યું હતું. જ્યારે લોકસભાની કાર્યવાહી પણ બે વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.









